કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં 75 દિવસ બાદ કોરોનાથી એક દર્દીનું મૃત્યુ

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવો 1 કેસ નોંધાયો, એક્ટિવ કેસ ઘટીને 6 થયા
  • વિજલપોર​​​​​​​ વિસ્તારની 65 વર્ષીય મહિલાનું મૃત્યુ

નવસારી જિલ્લામાં 75 દિવસ બાદ કોરોના દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. વિજલપોરની 65 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું.નવો પોઝિટિવ કેસ પણ રવિવારે નોંધાયો હતો. નવસારી જિલ્લામાં કોરોનાના કેસો તો છુટાછવાયા બહાર આવતા રહ્યા છે પણ કોરોનાના દર્દીનું સતત 75 દિવસ સુધી સરકારી ચોપડે મૃત્યુ નોંધાયું ન હતું. છેલ્લું મૃત્યુ 19 જુલાઈના રોજ નોંધાયું હતું. હવે 75 દિવસ બાદ મૃત્યુ નોંધાયું છે.

વિજલપોર શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતી 65 વર્ષીય મહિલા બીમાર હતી અને તેનો કોવિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તેણીને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. આ મહિલાનું મૃત્યુ થયું હતું.આ વધુ 1 મૃત્યુ સાથે જિલ્લામાં કોરોનાના દર્દીઓની મૃત્યુ સંખ્યા 193 થઈ ગઈ છે.

રવિવારે જિલ્લામાં કોરોનાનો વધુ 1 કેસ પણ નોંધાયો હતો. જલાલપોર તાલુકાના એરૂના 63 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સાથે કુલ કેસો 7203 થઈ ગઈ છે.સારવાર લેતા 2 દર્દી રિકવર પણ થયા હતા, જેની સાથે કુલ રિકવર સંખ્યા 7004 થઈ હતી. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 6 જ રહી છે. આ તમામ 6 જણા હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...