• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A New Case Was Reported In Navsari District Today, The Health Department Has Alerted That Another Case Will Be Reported In 10 Days

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં આજે નવો એક કેસ નોઁધાયો, 10 દિવસમાં બીજો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

નવસારી જિલ્લામાં ફરિવાર કોરોના માથું ઊંચકી રહ્યો હોય તેમ કોરોના કેસની સંખ્યા તબક્કાવાર વધી રહી છે. જિલ્લામાં આજે ફરીવાર કોરોના કેસ નોંધાતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી છે.

ગણદેવી તાલુકાના દેવસર ગામનો 35 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયો છે. જિલ્લામાં આજે 122 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બદલાતા વાતાવરણમાં શરદી ખાંસીના કેસ વધતા કોરોના સંક્રમણની પણ ચિંતા વધી છે.હાલ તો જિલ્લામાં આમ ચિંતાજનક સ્થિતિ નથી પરંતુ આમ જ જો કેસ વધતા રહ્યા તો આરોગ્ય વિભાગએ વધુ કડક પગલાં લેવાની ફરજ પડશે. હાલમાં બદલાતું વાતાવરણ શરદી ખાંસીના કેસ વધારી રહ્યું છે. જેને પગલે લોકોએ પણ સાવચેતી રાખીને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...