વિવાદ:તમારે ઘરે વારંવાર મહેમાન કેમ આવે છે કહી પાડોશીનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં ટાપરવાડના પાડોશી બાખડ્યા

નવસારીના ટાપરવાડમાં રહેતા પાડોશીઓ વચ્ચે થયેલી બોલચાલીમાં એક પડોશીએ જણાવ્યું કે તમારે ઘરે મહેમાન કેમ આવે છે, તેમને આવવા દેવું નહીં તેમ કહી ગાળાગાળી કરી મારમારી નાંખવાની ધમકી આપતા ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી હતી.નવસારીના ટાપરવાડમાં રહેતા રઉફ ઇબ્રાહિમ મુલતાની પરિવાર સાથે રહે છે. 8મીના રોજ રાત્રિના 11.30 વાગ્યે તેમના સાસુ-સસરા તથા પત્ની રિક્ષામા નવસારી એસ.ટી ડેપોથી ઘરે આવ્યા હતા.

ઘરના ઓટલા પર તેમના પાડોશીઓ આફરીદ તથા સુફિયાન ઉભા હતા ત્યારે તેમણે સાસુ-સસરા મહેમાન તરીકે તમારે ત્યાં કેમ આવે છે, તેઓને આવવા દેવા નહીં તેવુ કહી ગાળો આપી તેમને સુફિયાન અને આફરીદે માર માર્યો હતો. તેમને છોડાવવા આવેલ તેમના સસરાને પણ માર માર્યો હતો. રાત્રિના સમયે સુફિયાન તથા આફરીદ દારુના નશામા હોય તેઓને જાનથી મારી નાંખવાની તથા હાથ-ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી. રઉફે ફરિયાદ નોંધાવતા ચારપૂલ પોલીસના હેકો લાલુસિંહ ભરતસિંહે સૂફિયાન,આફરીન, ઇકબાલ અને યાસમીનબેન મુલતાની (તમામ રહે. ટાપરવાડ)ની અટક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...