વાઇબ્રન્ટ મોકડ્રિલ:વાઈબ્રન્ટ સમિટમાં સંભવિત રીતે હુમલાના ઈરાદા સાથે બોરીયાચ ટોલનાકા પાસે મોકડ્રિલનું આયોજન, એકે 47 રાઈફલ અને પિસ્તોલ સાથે બેને ઝડપી પડાયા

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઈબ્રન્ટ સમિટમાં સંભવિત રીતે હુમલાના ઈરાદા સાથે બોરીયાચ ટોલનાકા પાસે
  • મોકડ્રિલનું આયોજન, એકે 47 રાઈફલ અને પિસ્તોલ સાથે બેને ઝડપી પડાયા

આગામી 10મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી સુધી ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2020નું આયોજન થવાનું છે. આ સમગ્ર કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાની શક્યતા છે. સાથે જ રાજ્યના અનેક પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે અને વિવિધ દેશના એમ્બેસેડર પણ આવશે. જેથી આ સ્પેશિયલ ગેસ્ટની સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં આકસ્મિક બનાવને પહોંચી વળવા માટે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ તથા અન્ય એજન્સીની સતત કાર્યક્ષમતા તપાસવા માટે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા એક મોકડ્રિલનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને આધારે આજે બુધવારે દિલધડક સ્ટંટ સાથે મોટા હથિયાર સાથે બેને ઝડપી પાડવામાં આવ્યા હતા.

સફેદ કલરની નંબર વગરની રિટ્ઝ ગાડી બોરીયાચ ટોલનાકાના બેરીકેટ તોડી નવસારી હાઇવે તરફ આગળ વધી છે એવી બાતમી નવસારી પોલીસ કંટ્રોલરૂમને મળતા સમગ્ર બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી તથા LCBને એલર્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ ટ્રાફિક શાખા ક્યુઆરટી સ્ટાફના માણસોએ કટારિયા શો-રૂમ પાસે કારમાં બે આતંકવાદીઓને AK-47 રાઈફલ તથા પિસ્તોલ સાથે પકડી પાડ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં SOG તથા LCBની ટીમે સફળતાપૂર્વક મોટી આંતકવાદી ઘટના બનતા અટકાવી હતી,

અન્ય સમાચારો પણ છે...