તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રિલ:નવસારીની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટનાની મોકડ્રિલ કરવામાં આવી

નવસારી4 મહિનો પહેલા
આગ બુઝાવવા માટેના સાધોનની તાલીમ આપવા આવી - Divya Bhaskar
આગ બુઝાવવા માટેના સાધોનની તાલીમ આપવા આવી

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં પાંચ દર્દીના મૃત્યુ થયા હતા. જેને લઇને રાજ્યના અનેક શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાને લઇને તકેદારીના ભાગરૂપે મોકડ્રિલ કરવામાં આવી રહી છે. નવસારી શહેરમાં પણ સિવિલ હોસ્પિટલમાં આજે આગની ઘટનાની મોકડ્રિલ કરવામાં આવી હતી. જે દરમિયાન સિવિલ અને ફાયરના કુલ 15 જેટલા કર્મચારી હાજર રહ્યાં હતા.

હોસ્પિટલમાં બની રહેલી આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સિવિલના સ્ટાફને આગની કોઇ ઘટના બને એ સમયે આગ બુઝાવવા માટેના સાધોનની તાલીમ આપવાને લઇને મોકડ્રિલ યોજવામાં આવી હતી. મોકડ્રિલ દરમિયાન હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકોને દર્દીઓને કઈ રીતે બચાવવા અને તેમને તકલીફ ન પડે તે રીતે કામગીરી કરવા અંગે સમજ પણ આપી હતી. હેમખેમ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી તેવી વગેરે જાણકારી આપી સફળ મોકડ્રિલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો