તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘા આપઘાત કેસ:મેઘા આપઘાત કેસમાં બે આરોપી નર્સની અટક સામે એક માસ સ્ટે લંબાવાયો

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4થી માર્ચે ફેંસલો, બંને નર્સ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર

નવસારીની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી મેઘા આચાર્ય આપઘાત કેસમાં દુષ્પ્રેરણા માટે ત્રાસ આપનાર મેટ્રન નર્સ તારા ચૌધરી અને વનિતા પટેલ ફરાર હતી. તેમણે હાઈકોર્ટમાં અટક સામે સ્ટે મેળવીને હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. જેમાં 5 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનાવણી હતી પરંતુ કોર્ટ દ્વારા વધુ એક માસ સ્ટે લંબાવી દેતા આગામી માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં સુનાવણી થશે.\nનવસારીના સિવિલ હોસ્પિટલમાં રહેતી મેઘા આચાર્ય (ઉ. વ.27)એ કોરોના વોરિયર્સની જવાબદારી વહન કરતા કોરોનાગ્રસ્ત થઈ હતી અને ત્યારબાદ તેને થાયરોઈડ રોગ બાબતે તબીબને બતાવવા ઉપરી મેટ્રન પાસે રજા માંગતા રજા આપી ન હતી.

જાહેરમાં અપમાન કરતા ઉપરાંત મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ દ્વારા મેઘાને સિવિલ સર્જન ડો.અવનિશ દુબે સાથે શરીરસબંધ બનાવવા દબાણ કરતી હોવાના આક્ષેપ સાથે 21મી ઓકટોબરની મધરાત્રે મેઘા આચાર્યએ કંટાળીને પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે સ્યુસાઈડ નોટના આધારે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને જાતિય સતામણીની વિવિધ કલમો હેઠળ પાંચ સામે ફરિયાદ કરતા પોલીસે સિવિલ સર્જન, પતિ, સાસુની અટક કરી હતી. જેમાં બે મેટ્રન તારા ચૌધરી અને વનિતા પટેલ પોલીસ પકડથી દુર હોય તેઓએ વકીલ મારફતે હાઈકોર્ટમાં ધરપકડ સામે સ્ટે મેળવ્યો હતો.

જેમાં 5મી ફેબ્રુઆરીએ કોર્ટમાં સ્ટે સામે સુનાવણી હતી પરંતુ કોર્ટે વકીલોની દલીલોને ધ્યાને લઈ વધુ એક માસ ધરપકડ ન કરવા અંગેનો સ્ટે લંબાવી દીધો હતો. જેથી 4થી માર્ચે પોલીસે બંને નર્સની અટક કરશે કે કેમ તેની હાઈકોર્ટમાં સુનાવણી થશે તેવી માહિતી મળી છે. હાલ બંને મેટ્રન સિવિલમાં ફરજ બજાવી રહી હોવાની માહિતી પણ મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો