તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:કોરોના વેક્સિન લેવા માત્ર 50 ટોકન સામે 150ની લાઇન

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના અર્બન હેલ્થ સેન્ટર પર 45+ની વેક્સિન માટે પણ લોકોનો રઝળપાટ, આમાં 18+ક્યારે શરૂ થાય તે રામ જાણે!

નવસારી જિલ્લામાં હાલ 45થી વધુ ઉંમરના લોકો માટે દેશનો સૌથી મોટો વેક્સિન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે અર્બન હેલ્થ કેન્દ્રમાં હાલમાં માત્ર 50 ડોઝ આવતા હોય તેની સામે સવારથી લાઈનો લાગે છે અને માત્ર 50 જ ટોકન આપતા અન્ય લોકોએ વેક્સિન મુકાવ્યા વગર જ જતા રહેવું પડે છે. જેથી વેક્સિન હોય તેટલા જ લોકોને ત્યાં લાઇનમાં ઉભા રહેવું પડે તેવી સિસ્ટમ ઉભી કરવા શહેરીજનોએ અપીલ કરી છે.

નવસારીમાં વોર્ડ નંબર-13મા અર્બન હેલ્થ કેન્દ્રમાં છેલ્લા એક માસથી વેક્સિન કાર્યકમ ચાલી રહ્યો છે. જેમાં માત્ર 50 ડોઝ આવતા હોય તેટલા જ લોકોને વેક્સિન આપવામાં આવતી હોય છે. હાલમાં 45થી વધુ ઉંમરના શહેરીજનોને સિસ્ટમ બાબતે ખરાબ અનુભવ થયો હતો. જેમાં વેક્સિન માટે લોકોની સવારથી જ લાંબી લાઈનો લાગે છે અને અહીં ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હોય તો પણ ટોકન લઈ લાઇનમાં ઉભું રહેવું પડે છે.

સવારે 7 વાગ્યાથી લાઈન લાગે છે પણ આરોગ્ય કેન્દ્ર સવારે 10 વાગ્યા બાદ ખુલતી હોય ત્યારે આ લાઈનમાં 50 ટોકન આપ્યા બાદ પણ આરોગ્ય કેન્દ્રવાળા અન્ય લોકોને જવા માટે નહીં કહેતા લાઈન યથાવત રહે છે. લોકો કામધંધા છોડીને રસીકરણ માટે આવતા હોય છે પણ અંતે નંબર ન આવતા તેઓએ વિલા મોઢે પરત જવું પડે છે. છેલ્લા 3 દિવસથી ટોકન પ્રથામાં નંબર ન આવતા રોષ ફેલાયો હતો.

ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલતું જ નથી
ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ત્યાર બાદ વેક્સિન લેવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવું તેવી સરકારી સૂચના છે છતાં આ સૂચનાનું સરકારી આરોગ્ય કેન્દ્ર પાલન કરતું નથી. ટોકન લઈ લાઈનમાં ઉભા રહેવાનું અને નંબર આવે ત્યારે રસી મુકાવી જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવે છે.

3 દિવસથી રસી લીધા વિના પરત જઈએ છીએ
અમે છેલ્લા 3 દિવસથી સવારથી લાઈનોમાં ઉભા રહીએ છીએ. સરકાર કહે છે કે રસીકરણ માટે પહેલા આયુષ્યમાન ભારત વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટર પણ કરાવ્યું પણ રસી મુકાવા માટે આરોગ્ય કેન્દ્રમાં જઈએ ત્યારે તેઓ કહે છે કે ઓનલાઇન રજીસ્ટર નહીં પણ ટોકન પ્રથા જે વહેલા તે પહેલાંના ધોરણે જ રસીકરણ કરાશે તેમ જણાવતા અમારા જેવા દરરોજ રસી લીધા વિના ઘરે આવીએ છીએ. એક સિસ્ટમ ડેવલપ કરો કે 50 ડોઝ પુરા થયા બાદ લોકોને ઘરે જવા કહી દો પરંતુ તેવી પણ સૂચના આપવામાં આવી નથી. > વિપુલભાઈ, જાગૃત નાગરિક, નવસારી

અન્ય સમાચારો પણ છે...