તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નવસારીમાં મંદિરમાં પ્રગટાવેલા દીવાથી ઘરમાં આગ લાગી, ઘરે કોઇ હાજર ન હોય જાનહાની ટળી

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઘરે કામ કરતી મહિલાએ આગ લાગી હોવાની જાણ કરતા પરિવાર પરત આવ્યો - Divya Bhaskar
ઘરે કામ કરતી મહિલાએ આગ લાગી હોવાની જાણ કરતા પરિવાર પરત આવ્યો
 • સાંઢકુવા વિસ્તારમાં આવેલા રચના એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટમાં આગ લાગી

નવસારીમાં આવેલા સાંઢકુવા પાસે ઘરમાં આગ લાગ્યાની ઘટના બની હતી. ઘરમાં આગ લાગી હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘરના પરિવારજનો પ્રસંગમાં બહાર ગયા હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. ઘરે કામ કરતી મહિલાએ આગ લાગી હોવાની જાણ કરતાં પરિવાર પરત આવ્યો હતો.

મંદિરમાં પ્રગટાવેલા દીવાથી આગ લાગી
બનાવની વિગત એવી છેકે, શહેરના સાંઢકુવા વિસ્તારમાં આવેલા રચના એપાર્ટમેન્ટના બીજા માળે એક બંધ ઘરમાં આગ લાગી હતી. ઘરના માલિક ચંદ્રકાંત મેપાણી વહેલી સવારે મંદિરમાં દીવો કરીને પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે સુરત જઇ રહ્યાં હતા. પરિવાર ઘરેથી ગયા બાદ કામ કરતી મહિલા ત્યાં આવી હતી. જેણે ઘરમાં આગ લાગી હોવાનું જોયું હતું. તેણે આસપાસના રહેવાસીઓને જાણ કરી અને ઘર માલિકને પણ બનાવ અંગે માહિતી આપી હતી. મેપાણી પરિવાર શહેરમાં જ હોય તેઓ ઘરે પરત આવ્યા હતા.

દીવાથી લાગેલી આગમાં કેટલીક ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ
દીવાથી લાગેલી આગમાં કેટલીક ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ

આગમાં કેટલીક ઘરવખરી બળીને ખાખ
ઘરમાં આગ લાગી હોવાની જાણ થતાં જ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તુરંત ફ્લેટ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મંદિરમાં પ્રગટાવેલા દીવાથી લાગેલી આગમાં કેટલીક ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો