શ્રમિક યુવાનનું મોત:બુલેટ ટ્રેનનું કામ કરતા 12 ફૂટથી પડેલા મજૂરનું મોત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગ લપસી જતાં યુવાન પટકાયો હતો

નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ કામગીરીમાં હજારો લોકો જોડાયા છે. દરમિયાન અડદા, કછોલ ગામની હદમાં પશ્ચિમ બંગાળનો યુવાન બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન 12 ફૂટની ઉંચાઇએથી અકસ્માતે પડી જતાં નીચે પટકાયો હતો. જેથી તેને ગંભીર શારીરિક ઇજા પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન શ્રમિક યુવાનનું મોત નિપજ્યું છે.જેની પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી ગ્રામ્ય પોલીસમાંથી મળતી માહિતી મુજબ 8મી નવેમ્બરના રોજ નરોત્તમ નિર્મલ બિશ્વાસ (ઉ.વ.22, હાલ રહે. એલ એન્ડ ટી સ્ટાફ ક્વાર્ટસ, અડદા, કછોલ, મૂળ રહે. પશ્ચિમ બંગાળ) બુલેટ ટ્રેનની સાઇટ નંબર-232માં કાસ્ટિંગ યાર્ડ ઉપર કામ કરતા હતા ત્યારે પગ લપસી જવાથી નરોત્તમ બિશ્વાસ 12 ફૂટની ઉંચાઈએથી નીચે પડતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે પારસી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આ ઘટના અંગે પારસી હોસ્પિટલના ફરજ પરના તબીબે માહિતી આપતા જીઆઈડીસી ચોકીના પીએસઆઇ વિજય પટેલ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...