કપિરાજનો આંતક:ખેરગામમાં યુવતી પર કપિરજે હુમલો કર્યો, વન વિભાગે વાનરને પકડવા પાંજરુ મૂક્યું

નવસારી12 દિવસ પહેલા
  • અંતરિયાળ વિસ્તારમાં કપીરાજ નો ત્રાસ વધ્યો

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એક યુવતી પર વાનરએ કર્યો હુમલો કરતા તેણી ઘાયલ થઈ હતી. સિવણ ક્લાસ જતી યુવતી પર એકાએક ધસી આવેલા વાનરએ હુમલો કરતા તેના હાથ પર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં વન વિભાગ પહોંચ્યું હતું અને વાનરને પકડવા માટે પાંજરુ મુકવામાં આવ્યું છે. જ્યારે વાનરના આંતકથી વિસ્તારમાં લોકોમાં ભય છે.

યુવતી ઘાયલ થઈ
સરસિયા ફળીયા ખાતે યુવતી પર વાનરએ હુમલો કરતા યુવતી ઘાયલ થઈ હતી. ઇજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બનાવ અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા ચીખલી વન વિભાગની ટીમ પહોંચી હતી અને વાનરને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

વાંસદા,ખેરગામ અને ચીખલી જેવા આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં વાનરઓ રસ્તે જતા રાહદારીઓ પર હુમલા કરવાના બનાવો વધી રહ્યા છે.ત્યારે આ મામલે વનવિભાગ પણ એલર્ટ બનવાની જરૂર ઊભી થઈ છે.માનવ માટે દિનપ્રતિદિન ખતરો બનતા વાનરોને કાબુ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...