આપઘાત:ઘેલખડીમાં જિંદગીથી કંટાળી ગઈ છું તેમ લખી યુવતીનો આપઘાત

નવસારી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીકોમમાં અભ્યાસ કરતી છાત્રાએ ભરેલુ પગલુ
  • ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી હતી

નવસારીના ઘેલખડીમાં રહેતી કોલેજીયન યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઘરે એકલી હતી ત્યારે જીવનથી કંટાળી ગઈ છે તેવું સ્યુસાઈડ નોટમાં લખી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નવસારીના ઘેલખડીમાં રહેતી બિનલ રમણીક ટંડેલે નવસારી ટાઉન પોલીસમાં જાણ કરી કે તેમની નાની બહેન ખુશી (ઉ.વ. 19) એક કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હતી. તેણી મંગળવારના રોજ ઘરે એકલી હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ કરતા મિલ વિસ્તારમાં પોલીસ અધિકારી તરૂણભાઈ જોગીભાઈ અને સ્ટાફ આવી ગયો હતો.

ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ મળી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મૃતક બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જિંદગીથી કંટાળી ગઈ છે તેવું લખાણ કરીને આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ઘટનાની ગંભીરતાથી લઇ યુવતીના મૃત્યુ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ ઉપરાંત પોલીસને મળેલી સ્યુસાઇડ નોટના આધારે આ કેસમાં કોઇ નવી બાબત અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે હજુ સુધી પોલીસે આ કેસમાં યુવતીના આપઘાત અંગે ફોડ પાડ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...