ગુજરાત ગાંધીના નામથી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે તેમાં પણ નવસારી જિલ્લાનું દાંડી આઝાદીનું સાક્ષી રહેલું છે. આઝાદીની અમૃત મહોત્સવ ની ઉજવણી અને ગાંધીના વિચારો સાંપ્રત સમયમાં પણ જીવંત રાખવા માટે દર વર્ષે ગાંધી મેળો યોજાયા છે જેના ભાગરૂપે બીલીમોરા શહેરમાં 74મો ગાંધી મેળો યોજાયો હતો.
30મી જાન્યુઆરી 1948 ના રોજ ભલે ગાંધી બાપુનું નિધન તો થયું પરંતુ તેમની વિચારધારા કાર્યો અને મૂલ્યોને જીવંત રાખવા માટે દેશના ખૂણે ખૂણે ગાંધી મેળાનું આયોજન કરાય છે. આવા જ ઉમદા હેતુથી નવસારીના બીલીમોરા ખાતે નવસારી વલસાડ અને ડાંગનો સંયુક્ત ગાંધી મેળવ્યો યોજાયો હતો. પ્રખર ગાંધીવાદી ગફુરભાઈ બિલખીયા ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ગાંધી મેળામાં ગાંધી મૂલ્યોને પ્રગટ કરવા માટે ખાદી ગ્રામ ઉદ્યોગ અને સખી મંડળો બનાવેલ ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સ્ટોલ પણ લગાવામાં આવ્યા હતા. પશ્ચિમી કલ્ચરના વહેણમાં વહેતા આજની યુવા પેઢીને પણ ખાદી સહિત સ્વદેશી ઉત્પાદનોનો ખ્યાલ આવે અને તે પણ રોજિંદા જીવનમાં અપનાવી દેશના ખેડૂતો અને લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મીઓને આર્થિક પગભર કરવામાં સહયોગ આપે તેવો ઉદ્દેશ ગાંધી મેળાનો રહેલો છે.
કાર્યક્રમમાં હાજર રહેલા ગાંધી વિચારક જય વશીએ જણાવ્યું હતું કે વિશ્વ એ જ્યારે ગાંધીજીના વિચારોને અપનાવ્યું છે ત્યારે ખાદી સાથે જોડાયેલા ગાંધીના વિચારોને ભારત દેશ કઈ રીતે ભૂલી શકે આજની પેઢી ગાંધીજીના મૂલ્યોને સમજે અને સ્વદેશી ઉત્પાદનો તરફ આકર્ષાય તે હેતુથી ગાંધી મેળાનું આયોજન થતું રહે છે ત્યારે ગાંધી વિચારો દરેક સદીમાં જીવંત રહેશે અને તેમનું અહિંસાના મૂલ્યો પણ અકબંધ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.