તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નવસારીમાં રચના એપાર્ટમેન્ટના ફલેટમાં પૂજામાં પ્રગટાવેલા દીવાથી આગ

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માલિક કહે છે દીવાથી, ફાયર બ્રિગેડનું શોર્ટ સર્કિટથી આગનું તારણ

નવસારીના સાંઢકુવા વિસ્તારમાં રચના એપાર્ટમેન્ટ નંબર 4માં ફ્લેટ નંબર-202માં ચંદ્રકાંત મેવાનીએ નવસારી ફાયર બ્રિગેડને સવારે 10 વાગ્યે જાણ કરી હતી કે તેમના ઘરમાં આગ લાગી છે. આગને પરિણામે ઘરના બારી-બારણા બળી જતા નુકસાન થયું હતું. નવસારી ફાયરબ્રિગેડ તુરંત જ ત્રણ બંબા સાથે ઘટનાસ્થળે ધસી આવ્યું હતું અને 15 મિનિટમાં આગને કાબૂમાં લઈ લીધી હતી.

નવસારી ફાયર બ્રિગેડ દ્વારા આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું જણાવાયુ હતું અને ઘરનાં માલિકે ઘરના દીવાને કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું. જો કે આગ લાગ્યાનું કારણ તપાસમાં જોવા મળશે તેવી માહિતી મળી છે.

જૂની ઈમારત હોય ફાયર સેફટીની સુવિધા નથી
રચના એપાર્ટમેન્ટ જૂની બહુમાળી ઇમારતોમાં ગણના થાય છે. જયારે તે ઈમારત બની હતી ત્યારે ફાયર સેફટીની સુવિધા ન હતી અને આજે પણ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાની માહિતી મળી છે. નવસારી પાલિકા ફાયર સેફટી બાબતે કેટલી ગંભીર છે તે આ ઘટના પરથી ખબર પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો