તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાનહાનિ ટળી:નવસારીમાં લાયબ્રેરી કન્યાશાળા પાસે ડીપીમાં આગ લાગી, જાનહાનિ ટળી

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારીનાં લાયબ્રેરી વિસ્તારમાં આવેલી કન્યાશાળા નજીક આવેલી ઇલેક્ટ્રીક ડીપીમાં સાંજે અચાનક સ્પાર્ક થતા આગ લાગી હતી. જોકે નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા 15 મિનિટમાં જ આવી જઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનાને પગલે મુખ્ય રસ્તા પર 10 થી 15 મિનિટ ટ્રાફિક જામ થયો હતો. જ્યારે આસપાસના વિસ્તારોમાં અડધો કલાક વીજડૂલ થઈ હતી.

નવસારી લાયબેરી નજીક આવેલી કન્યા શાળા નંબર-1 પાસે જીઈબીની ડીપીમાં અંદાજે સાંજે 5.30 કલાકે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતા નવસારી ફાયર બ્રિગેડ તુરંત ઘટનાસ્થળે ધસી આવી ફાયરના જવાનોએ એસ્ટીન્ગ્યુંસરનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના દરમિયાન લાયબ્રેરીથી ટાવર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. સદનસીબે આગને પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ વિસ્તારમાં અડધો કલાક વીજડૂલ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો