આગ લાગી:અમલસાડ બજારમાં ઊભી રહેલી ST બસમાં આગ, જાનહાનિ ટળી

નવસારી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટના કારણે ડિઝલ પાઇપ સળગ‌તા આગ

ગણદેવી તાલુકાના અમલસાડમાં આવેલ બજારમાં મંગળવારે લગભગ 11.45 કલાકે વાડીથી બીલીમોરા જતી એસટી બસ (નં. GJ-18-Z-2045) અમલસાડ પોલીસ ચોકી આગળ ઉભી હતી. એ સમયે બસના એન્જીન નીચેના ભાગે શોર્ટ સર્કિટના કારણે ડિઝલ પાઇપ સળગ‌વાને પગલે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

મોટી દુર્ઘટના થાય તે પહેલા આજુબાજુના લોકોએ દોડી આવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. બસચાલક મંગુભાઈ આહિરે બીલીમોરા ડેપોમાં ઘટનાની જાણ કરતાં ડેપો દ્વારા રિપેરીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આગ લાગી ત્યારે બસમાં મુસાફરો નહીં હોવાથી જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...