તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ લાગી:નવસારીમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા નાસભાગ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી શહેરમાં ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ લાગતા રાહદારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ સ્થાનિક દુકાનદારે સતર્કતા દાખવી ફાયર વિભાગની ટીમને બનાવ અંગે જાણ કરી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

બનાવની વિગતો એવી છેકે, નવસારી શહેરમાં ટાવર અને લાઇબ્રેરીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં શોર્ટસર્કિટના કારણે આગની ઘટના બની હતી. એકાએક આગ લાગતા ત્યાંથી પસાર થતાં રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને નાસભાગ મચી હતી. આ પ્રકારે ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટનાથી સ્થાનિકોમાં ડીજીવીસીએલની કામગીરીને લઇને રોષ જોવા મળી રહ્યો છે.

ટ્રાન્સફોર્મરનું મેઇન્ટેનન્સ જરૂરી
દક્ષિણ ગુજરાત વીજ કંપની પોતાના જૂના થઈ ગયેલા ટ્રાન્સફોર્મરને મરામત કરવાનું જરૂરી સમજતી ન હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં તણખલા ઉડતા હોય છે. જેને ડીજીવીસીએલના કર્મચારીઓ નજર અંદાજ કરતા હોવાની લાગણી સાથે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં શહેરીજનોની માગ ઉઠી છેકે, ડીજીવીસીએલ દ્વારા સમયાંતરે ટ્રાન્સફોર્મરનું મેઇન્ટેનન્સ થવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો