આગ:મરોલીથી છીણમ જતા રોડ પાસે કારમાં આગ ભભૂકી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં બેસેલા માતા-પુત્રનો બચાવ

નવસારીના મરોલી ખાતે રહેતા આધેડ તેની માતા સાથે નવસારી આવવા નીકળતાં મરોલીથી છીણમ જતા રોડ ઉપર મરોલી સિવીલ હોસ્પિટલ પાસે તેમની કારમાં અચાનક આગ લાગતાં તેઓ તુરંત કારમાંથી ઉતરી ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.

િનકેલ ધીરજલાલ રાઠોડ રહે. મરોલી (હાલ.મુંબઈ) મરોલી તેમની માતાને મળવા માટે આવ્યા હતા. ત્યારબાદ 16 િડસેમ્બરના રોજ તેમની માસી ગીતાબેન રાઠોડ જલાલપોર ખાતે રહેતી હોય તેમને મળવા માટે કાર નં.એમએચ-01-બીકે-5023 તેઓ નવસારી આવવા નિકળ્યા હતા. ત્યારે મરોલી સિવિલ હોસ્પિટલ સામે છીણમ જતા રોડ ઉપર તેમની કારમાં અચાનક ધુમાડો ઉઠતા તેઓ મા-પુત્ર કારમાંથી બહાર નીકળી ગયા હતા અને મરોલી પોલીસમાં જાણ કરી હતી. ફાયર બ્રિગેડ આવીને કારમાં લાગેલી આગ બુજાવી દીધી હતી. ઘટનાની જાણ કરતાં વધુ તપાસ હે.કો. િવપૂલ માનસિંહ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...