બર્નિંગ કાર:ગણદેવીના ખારેલ પાસે કારમાં આગ ફાટી નીકળી, મુસાફરો કારમાંથી બહાર આવી જતાં જાનહાનિ થતા અટકી

નવસારી25 દિવસ પહેલા
  • સુરતથી મુંબઇ રોડ પર જઈ રહેલી વરના કારમાં એકાએક આગ લાગી

નવસારી જિલ્લાના ગણદેવીના ખારેલ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-8 પર એક સીએનજી કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સદનસીબે આગ લાગ્યા સમયે કારમાં કોઈ વ્યકિત સવાર ના હોવાથી જાનહાનિ થતા અટકી હતી.ગણદેવીના ખારેલ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર કારમાં એકાએક આગ લાગતા કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર આવતાં તેમનો આબાદ બચાવ થયો હતો.

સુરતથી મુંબઇ રોડ પર જઈ રહેલી વરના કારમાં એકાએક બોનેટ પાસેથી શરૂ થયેલી આગ પાછળ વધી હતી. જેથી તેમાં સવાર મુસાફરો ત્વરિત બહાર આવ્યા હતા. જ્યારે આજુબાજુમાં પસાર થયેલી કાર ચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઇ એક રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...