વિજલપોરના રામનગર-1 ખાતે શ્રીપાદ નિશાદ મૂળ યુપીવાસી તેમના પરિવાર સાથે રહે છે. તેમના ઘરે ગેસના સિલિન્ડરમાં લીકેજ હોય મંગળવારે વહેલી સવારે અકસ્માતે આગ લાગી હતી. આગને પગલે ઘરમાં ધુમાડો ઉઠતા ઘરના લોકો તરત બહાર નીકળી જતા તમામનો ઉગારો થયો હતો.
આ બાબતે નવસારી ફાયર બ્રિગેડમાં વિરેન્દ્ર કુંભાર નામના વ્યક્તિએ જાણ કરતા ફાયર બ્રિગેડ આવીને આગને કાબૂમાં લીધી હતી. આગને પગલે ઘરવખરીનો સમાન તમામ નાશ પામ્યો હતો. ઘરમાં એક પણ વસ્તુ બચી ન હતી.આખો પરિવાર પહેરેલા કપડે રસ્તા પર આવી ગયાની માહિતી મળી છે.
ફાયર બ્રિગેડને પહોંચતા વાર લાગી
વિજલપોરના વિઠ્ઠલ મંદિરથી રામનગર જવાના રસ્તા હજુ જર્જરિત અને ઉબડખાબડવાળા હોય ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ ઘરનો તમામ સામાન બળી ગયો હતો. જો સારા રસ્તા સારા હોત તો વસ્તુઓ બચાવી શકાય હોત. > પ્રદીપકુમાર, અગ્રણી, આપ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.