• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Female Python Mated Eggs In A Mango Orchard In Ganadevi's Kalwach, CCTV Was Installed And Observation Of Forest Department Started.

માદા અજગરનું મોનિટરીંગ:ગણદેવીના કલવાચમાં આંબાવાડીના મકાનમાં માદા અજગરે ઈંડાંનું સંવનન કર્યુ, સીસીટીવી લગાવી વનવિભાગનું અવલોકન શરૂ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશને અજગર-ઈંડાને બચાવવા ખેડૂત તેમજ સ્થાનિકો સાથે બેઠક યોજી

ગણદેવી તાલુકાના કલવાચ ગામના નવી નગરી ફળિયા, નહેર પાસે આંબાવાડીના મકાનમાં મહાકાય માદા અજગરે ઈંડા મૂકી સંવનન શરૂ કર્યું છે. જેનું ગણદેવી વન વિભાગ અને નવસારી વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશને સીસીટીવી કેમેરા લગાવી સતત મોનિટરિંગ શરૂ કર્યું છે.

ગણદેવી તાલુકા પૂર્વપટ્ટીના કલવાચ ગામે નવી નગરી નહેર નજીક જયંતિ ભાઈ પટેલના આંબાવાડીના મકાનમાં ખેતીકામ કરતા શ્રમજીવીઓએ કુંડળી લગાવી બેઠેલા મહાકાય અજગરને જોતાં ભય વ્યાપી ગયો હતો. જેની જાણ થતા નવસારી વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનના વોલેન્ટિયર હિમલ મહેતાની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. જ્યાં તેમણે મહાકાય અજગરને ઈંડાનું સંવનન કરતી જોઈ વનવિભાગને જાણ કરી હતી.

તેમણે અજગર અને ઈંડાને બચાવવા ખેડૂત તેમજ સ્થાનિકો સાથે બેઠક યોજી હતી. તેમજ બે-અઢી મહિના બાદ બચ્ચા જન્મે ત્યારે તેનો કબજો લઈ જંગલમાં છોડવાની ખાતરી આપી હતી. જેની સાથે જ સીસીટીવી કેમેરા લગાવી સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઈંડાના સંવનન અને જતન માટે રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવી રહી છે. ચોમાસા અગાઉ અનેક સરીસૃપો ઈંડા મૂકી નવજાત બચ્ચાંને જન્મ આપતા હોય છે. ત્યારે માદા અજગર અને તેના ઉદરમાં રહેલા ભ્રુણનો જીવ બચાવવા માટે વનવિભાગે તેને ખેતરની સુરક્ષિત જગ્યામાં મોનીટરીંગ હેઠળ મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...