હુમલો:જામપીરમાં યુવાન પર પિતા અને પુત્રનો ઇંટ-ચપ્પુથી હુમલો

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને સિવિલમાં સારવાર માટે દાખલ કરાયો

નવસારીમાં કબીલપોરના જામપીર વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી બાદ છુટા હાથની મારામારી ઉપર આવી જતા મામલો બીચકયો હતો. જેમાં પાંચ લોકોએ એકી સાથે હુમલો કરતા યુવાનને શરીરના ભાગે સિમેન્ટના બ્લોક મારતા ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

નવસારીમાં કબીલપોર જામપીર વાંઘેશ્વરી માતાના મદિર પાસે રહેતા સુરેશ સોનકરે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે, તેમના ભાભીનો ફોન આવ્યો કે તેમના મહોલ્લામાં રહતા શૈલેષ અશોકભાઇ નાયકા તેમના પિતા સાથે આવી તેમની સાથે મારામારી કરી રહ્યા છે. તેઓ આવતા શૈલેષ અને તેના પિતા અશોક બચુભાઈ નાયકાએ સુરેશ સોનકર સાથે ઝગડો કરી હાથમાં ઇંટનો ટુકડો લાવી માર માર્યો હતો. ત્યારબાદ શૈલેષ નાયકાએ ઘરમાં જઇ ચપ્પુ લાવી હુમલો કર્યો હતો અને સુરેશને મારવા જતા તેને પકડી લેતા ડાબા હાથ ઉપર ઇજા થઇ હતી. વધુ તપાસ વુમન પોસઇ કરી રહ્યા છે. આ ઘટના બાબતે ઇજા પામનાર શૈલેષ નાયકાએ પણ સામે ફરિયાદ આપી હોવાની માહિતી મળી છે.

કઇ બાબતે ઝગડો થયો હતો
ફરિયાદીની ભાભી ઘરની બહાર કપડા ધોતી હતી તે વખતે શેલેષભાઇના છોકરાએ તેમની ઉપર પથ્થર નાખતા શૈલેષ ઘરે છોકરાને સમજાવો. તેમ જણાવતા શૈલેષભાઇ અને તેમના પિતાજી અશોકભાઇએ ઝગડો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...