આયોજન:સતીમાળમાં પાક અવશેષોમાંથી અળસિયા ખાતર બનાવવાની ખેડૂત શિબિર યોજાઇ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવના ઉજવણી પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સતીમાળ ગામે ખેડૂત આલમમાં સ્વચ્છતાની જાગૃતતા ફેલાવવા તથા પાક અવશેષોને ગુણવતા સભર સેન્દ્રિય ખાતર બનાવવા માટે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવેલ ખેડૂત ઉપયોગી ડાંગરની નવી જાત જી.આર.-17(સરદાર) , જી.એન.આર –7 તથા ગુજરાત હાઈબ્રીડ–2 અને કઠોળ પાકો જેવા કે તુવેર, મગ, અડદ, ચણા વીશેની જાણકારી આપી વૈજ્ઞાનિક ઢબે પાક ઉત્પાદન લેવાના વિવિધ પગલાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વધુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.કે.એ.શાહે પાક અવશેષો અને નિંદામણને ગુણવતા સભર સેન્દ્રિય ખાતર બનાવવાની પધ્ધતિઓ જેવી કે નાડેપ કમ્પોષ્ટ, ઈન્દોર કમ્પોષ્ટ, કોઈન્નુર કમ્પોષ્ટ પધ્ધતિઓના ફાયદા વિશે માહિતગાર કર્યા હતા. પાક અવશેષો અને અળસિયાની મદદથી વર્મીકમ્પોષ્ટ ખાતર બનાવવાની પધ્ધતિ વિશે પણ જાણકારી પુરી પાડી હતી.

આ શિબિરમાં કોવિડ–19ની માહામારીમાં કેવી રીતે બચી શકાય તથા ઘર આંગણે અને શેરી-મહોલ્લા સ્વચ્છતા જાળવવા અને ગામને સ્વચ્છ રાખવા માટે ખેડૂતોને હાકલ કરી હતી. આ શિબિરમાં સતીમાળ ગામના અંબાબેન તથા નાનુભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી તથા ગામનાં 50થી વધારે ખેડૂત ભાઈઓ–બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ ખેતીમાં મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...