તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કૃષિ યુનિ.માં પાકમાં કુપોષણ દૂર કરવા ખેડૂત શિબિર યોજાઇ

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 ખેડૂતોએ પાકની માવજતની જાણકારી મેળવી

સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.મ.કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત પ્રયાસથી ખેતી પાકોમાં બાયોફોર્ટીફીકેશનનું મહત્વ અને તેની માનવ ઉપર ફાયદા વિષય પર ખેડૂત તાલીમનું આયોજન 05 ફેબ્રુઆરીએ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ડો.વી.પી.ઉસદડીયા, પ્રાધ્યાપક અને વડા, સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.મ.કૃષિ મહાવિદ્યાલયએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યાની સાથે સાથે ભારત સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાની માહિતી તથા બાયોફોર્ટીકીકેશન પ્રોજ્ક્ટનું મહત્વ અને તેની માનવ પર થનાર ફાયદા વિશે જાણકારી આપી હતી.

તાલીમના અધ્યક્ષસ્થાનેથી કુલપતિ ડો. ઝીણાભાઇ પટેલે પોતાની આગવી શૈલીમાં બાયોફોર્ટીફીકેશન શબ્દ અને તેનુ મહત્વ જણાવતા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ડાંગરના પાકમાં લોહતત્વ યુક્ત ડાંગરની જી.એન.આર-4 તથા ઝીંક તત્વ ભરપુર ડાંગરની જી.આર.15 વિશેની જાણકારી આપી હતી.

તદ્ઉપરાંત વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરવામાં આવેલ વિવિધ ખેતી પદ્ધતિઓની તથા યુનિવર્સિટી ખાતે વિવિધ ખેત પદ્ધતિના સંશોધનની ખેડૂતો પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન જાણકારી પૂરી પાડવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સસ્ય વિજ્ઞાનના તથા કેવિકે, નવસારીના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તાલીમમાં નવસારી જિલ્લાના 50થી વધુ ખેડૂત ભાઇ-બહેનોએ ઉત્સાહ ભેર ભાગ લઇ યોજનાની જાણકારી મેળવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો