આયોજન:છાત્રોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે તે માટે જિલ્લા સ્તરની વિજ્ઞાન પરિષદ યોજાઈ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC) ન્યુ દિલ્હી દ્વારા દેશભરના બાળકોમાં એનસીએસસી પ્રોજેકટ થકી વૈજ્ઞાનિક દૃષ્ટિ ખીલે તે દિશામાં સ્વતંત્રપણે વિચારતા અને સમજતા થાય તેમજ વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવી સંશોધન ક્ષેત્રે અનુભવ મેળવે એવા ઉમદા હેતુથી દેશના તમામ રાજ્યોમાં આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે.

છેલ્લા 28 વર્ષથી ચાલતા આ પ્રવૃતિ ગુજરાત સરકારના સ્ટેટ કો. ઓર્ડિનેટર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીએસટી ગાંધીનગરના માર્ગદર્શન અને સહયોગથી દરેક જિલ્લામાં કાર્યરત છે. જે પૈકી ચાલુ વર્ષે પણ જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદનું આયોજન બી.પી. બારીયા ઈન્સ્ટિટ્યૂટ સ્થિત ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નવસારી દ્વારા કરાયું હતું. જિલ્લાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાએ ભાગ લીધો હતો.

ચાલુ વર્ષનો મુખ્ય વિષય નિરંતર ટકાઉ જીવન નિર્વાહ માટે વિજ્ઞાન અને તેના પાંચ પેટા વિષયો પર લઘુ સંશોધન કરી પ્રોજેક્ટ તૈયાર કરી બાળ વૈજ્ઞાનિકોએ જિલ્લા સ્તરે પ્રસ્તુતિકરણ કર્યું હતું. આ તમામ પ્રોજેકટોનું નિર્ણાયકોએ મૂલ્યાંકન કરી બેસ્ટ દસ પ્રોજેકટની પસંદગી કરાઈ હતી. જે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામાં ભાગ લીધેલ દરેકને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તમામને ડિસ્ટ્રિક્ટ કો.ઓર્ડિનેટર મિહીરભાઈ, ડિસ્ટ્રિક્ટ એકેડેમિક કો.ઓર્ડિનેટર જલ્પાબેન, કિર્તીદાબેન વૈદ્યે શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...