તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Departmental Complaint Has Been Registered Against A Constable For Molesting A Lady Constable On Duty At Vansada Police Station.

સસ્પેન્ડ:વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલની છેડતી કરતા કોન્સ્ટેબલ સામે ખાતાકીય ફરિયાદ નોંધાઇ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બાબત ખાતાકીય હોવાથી તપાસ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે

વાંસદા પોલીસ મથકમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને ઉપસળ ગામના રહેવાશી એવા હર્ષદ પટેલ દ્વારા થોડા દિવસ અગાઉ પોતાના પોલીસ મથકમાં ફરજ બજાવતી સહકર્મીને છેડતી કરવામાં આવી હતી જેને લઈને આ ભોગ બનનાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદના આધારે ખાતાકીય તપાસ ચાલુ કરવામાં આવી છે. તો હાલમાં છેડતી કરનાર ડ્રાઇવર હર્ષદને જીલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે આ બાબત ખાતાકીય હોવાથી તપાસ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આવા રક્ષકો જયારે પોતાના જ સહકર્મી પર નઝર બગાડી રહ્યા છે આવા એક કર્મચારીના કારણે પોલીસ વિભાગનું નામ બગડતું હોય છે ત્યારે જો તપાસમાં હકીકત બહાર આવે તો કડકમાં કડક કાર્યવાહી કરવીજ જોઈએ.

લોકો પોલીસ પર વિશ્વાસ કરતા હોય છે અને કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ જવાનોએ કરવાનું હોય ત્યારે આવા જવાનો પોલીસ બેડા પર કાળો કલંક કહી શકાય છે. કોન્સ્ટેબલ ડ્રાઈવર વિરુદ્ધ ખાતાકીય ફરિયાદ નોંધાતા કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...