ચીખલી મામલતદાર કચેરીમાં સીટી સર્વે વિભાગનો સર્વેયર વિલીસ પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાતા વહીવટી પાંખમાં ફફડાટ ફેલાયો છે.ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામની જમીનની માપણી શીટ માટે 35 હજાર માંગ્યા હતા.જેમાં ફરીયાદીએ પૈસા આપવા ન હતા જેથી ACB અધિકારીને આ અંગે જાણ કરવામાં આવતા ટ્રેપ ગોઠવાઈ હતી. ફરિયાદી સાથે સર્વેયરની રકઝક બાદ 30 હજાર નક્કી થયા હતા.જેથી આજે સર્વેયર વિલીસ 30 હજારની લાંચ લેવા જતા ACB ના છટકામાં ભેરવાયો હતો.પોલીસે આરોપી વિલીસ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાન ગતી પકડી રહ્યું છે. તેવામાં સરકારી અધિકારીઓ લાંચ લેવામાં કોઈપણ કસર છોડતા નથી અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ પાસે લાંચની રકમ માંગતા જાગૃત નાગરિકો પણ હવે આવા લાંચિયા અધિકારીઓને પાઠ ભણવાના મિજાજમાં હોય તાત્કાલિક એસીબી નો સંપર્ક કરીને લાંચિયા અધિકારીઓને સળિયા પાછળ ધકેલતા હોય છે. ત્યારે છેલ્લા છ મહિનાની અંદર જિલ્લા પુરવઠા અધિકારી સહિત પોલીસકર્મી બાદ હવે સર્વેયર ઝડપાતા વહીવટી ડિપાર્ટમેન્ટમાં ફાફડાટ વ્યાપી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.