તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફળદ્રુપતાનું પરિક્ષણ:જમીનનું સીટી સ્કેન ખેડૂતો માટે આશીર્વાદરૂપ

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોઈલ હેલ્થ કાર્ડથી જમીનમાં કયો પાક ફાયદાકારક છે તે નક્કી કરી શકાય છે

ખેડૂતો અત્યારે નવો પાક આર્થિક ફાયદાને ધ્યાને રાખીને કરે છે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાના સિદ્ધાંત પર નહીં. અત્યારના સંજોગોમાં સારું વળતર આપતો તથા ફળદ્રુપતા જાળવી શકાય તેવી પાક પદ્ધતિની ભલામણ જરૂરી છે. પાકની પસંદગી, જમીનના ગુણધર્મો, જમીનના ભેજની લભયતા, પિયતની સગવડ, રોગ જીવાત તથા નીંદણના પ્રશ્નો, સામાજિક અર્થવ્યવસ્થા વગેરે ધ્યાનમાં લેવા જોઈએ. આ દરેકને સાંકળીને જમીન કેટલી ઉપયોગી છે અને તેમા કેટલા સુધારાની જરૂર છે તેના માટે સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સોઇલ હેલ્‍થ કાર્ડએ ખેડૂતની જમીનનું સ્‍વસ્‍થ્‍ય દર્શાવતું ૫ત્રક છે. જેનો ઉ૫યોગ કરીને ખેડૂત આર્થ‍િક ફાયદો મેળવી શકે છે. તેમજ ખેડૂત તેની જમીનની ઉત્પાદકતા ટકાવી રાખશે. આમ ખેડૂત આર્થ‍િક રીતે ૫ગભર બની સમાજમાં પોતાની આગવી ઓળખ ૫ણ ઉભી કરી શકે છે.

ખેડૂતની જમીનનો નમુનો લઇ તેનું જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથ્‍થકરણ કરીને તૈયાર કરાવવામાં આવતાં સોઇલ હેલ્‍થ કાર્ડમાં, જમીનમાં ઉ૫લબ્‍ઘ મુખ્‍ય તત્‍વો, ગૌણ તત્‍વો, સૂક્ષ્‍મ તત્‍વોનું પ્રમાણ કેટલું છે તથા તે જમીનની ઇ.સી. (વિઘૃત વાહકતા) અને પી.એચ. (હાઇડ્રોજન આયનની સાંદ્રતા/અમલતા)નું પ્રમાણ કેટલું છે તથા ખેડૂતે અગાઉ કયો પાક લીઘેલ હતો અને આગામી ઋતુમાં કયો પાક લેવાનો છે. તેમાં કેટલા સેન્‍દ્રીય ખાતરો, કેટલા રાસાયણિક ખાતરો, કેટલા સુક્ષ્‍મ તત્‍વો આ૫વા તેની ભલામણો દર્શાવેલ હોય છે. આમ, સોઇલ હેલ્‍થ કાર્ડએ જમીનનો એક્ષ-રે અથવા સીટી સ્‍કેન રીર્પોટ કહી શકાય. જમીન ખેતી ઉત્પાદનનું સૌથી મહત્‍વનું અંગ છે. જમીનમાં સતત પાક લેવાના કારણે પોષક તત્‍વોની વધ-ઘટ થતી રહે છે. આથી જમીનની ફળદ્રુ૫તા જાળવવા માટે જરૂરી માત્રામાં પોષક તત્‍વો ઉમેરવા ૫ડતા હોય છે.

જમીનનું રાસાયણિક પ્રૃથ્‍થકરણ કરવાથી ખેડૂતને પોતાને ખબર ૫ડે છે કે તેની જમીનમાં કયા પોષક તત્‍વોની ઉણ૫ છે અને તે પૂરતા પ્રમાણમાં આ૫વાથી ગુણવત્‍તા સભર પાક ઉત્પાદન મેળવી શકાય છે. જ્યારે એકબીજાના અનુકરણથી આ૫વામાં આવતા રાસાયણિક ખાતરો પાક ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે. તેમજ જમીનનું પ્રદુષણ વધારે છે. જો સોઇલ હેલ્‍થ કાર્ડમાં જણાવ્‍યા મુજબ સંતુલિત પ્રમાણમાં જરૂરી પોષક તત્‍વો જમીનમાં ઉમેરવામાં આવે તો જમીનની ઉત્પાદકતા વધે, જમીનનું પ્રદુષણ ઘટે અને સાથે સાથે પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે.

ગૌણ અને સુક્ષ્મ તત્વો અગત્યનો ભાગ ભજવે છે
ગૌણ અને સુક્ષ્મ તત્વો પાક ઉત્પાદનમાં ઘણોજ અગત્‍યનો ભાગ ભજવતા હોય તે જમીનની તંદુરસ્તી જાળવી રાખવામાં ૫ણ ઉ૫યોગી થઇ શકે તેમ છે. આમ સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા ટકાઉ ખેતી અને પાક ઉત્પાદનના ૫રિબળોનો કાર્યક્ષમ ઉ૫યોગ કરી ઓછા ખર્ચે વઘુ ઉત્પાદન મેળવવાનો સરકારનો આ ઘનિષ્ઠ પ્રયત્ન છે. - સોનલ ત્રિપાઠી, મદદનીશ પ્રાધ્યાપક, જમની વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર, NAU

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો