આપઘાત:સુરતના કાપડ વેપારીનો ઊંભરાટના કાંઠે આપઘાત

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરતના ફાયર સ્ટેશનની સામે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડના વેપારીને કોરોનાકાળ દરમિયાન સતત નુકસાન થતું હોય ટેન્શનમાં આવી નવસારીમાં આવેલ ઊંભરાટ દરિયા કાંઠે ઝેરી દવા પીતા મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. સુરતના વિજય શંકર પટેલે મરોલી પોલીસમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું કે, જયેશ સોમાભાઇ પટેલ ઉ.વ. 39, રહે.

રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ, ડીંડોલી દેલવાડા રોડ, ફાયર સ્ટેશનની સામે, સુરતનો કાપડનો વેપાર ધંધો કરતા હતા. કોરોના કાળ દરમિયાન વેપાર-ધંધામાં નુકસાન જતું હોય જેને લીધે તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા. જયેશ પટેલ તા. 12મી ડિસેમ્બરે ઊંભરાટ દરિયા કિનારે આવીને ઝેરી દવા પી ગયા હતા. સાંજે 7:30 કલાકે જાગૃત નાગરિકે પોલીસમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...