તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગુરુકુલ સુપા પાસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 78000ના મુદ્દામાલ સાથે 3ની અટક, 4 ફરાર

નવસારીના ગુરુકુલ સુપા પાસે કારમાંથી ગ્રામ્ય પોલીસે રૂ.30 હજારના વિદેશી દારૂ સાથે 3ની અટક કરી છે, જ્યારે દારૂ મંગાવનાર, મોકલાવનાર અને પાયલોટીંગ કરનારા 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ નવસારી ગ્રામ્ય પોલીસના અપોકો દેવાંગદાન ભીમસિંગદાનને બાતમી મળી હતી કે, ગુરુકુલ પાસે એક દારૂ ભરેલ કાર નવસારીમાં આવનાર છે.

જેથી બારડોલી સ્ટેટ હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમીવાળી કાર નંબર GJ 21 A A 8465 સુપા ગામ પાટિયા પાસે આવતા તેમાં તપાસ કરતા વિદેશી દારૂની 252 બાટલીઓ કિંમત રૂ.29, 750 મળી આવી હતી. કારમાં બેસેલા હિતેન ઉર્ફે હિતેશ ઈશ્વર સોલંકી (રહે, કુરેલ ગામ મૂળ સિસોદ્રા ગામ), હમજા અનવર ખલિફા (રહે.સાતેમ) સુભાષ રાઠોડ (રહે. દશેરા ટેકરી) નવસારીને પોલીસે વિદેશી દારૂ પાસ-પરમીટ વગર માંગતા તે ન હોય તેમની અટક કરી હતી.

જ્યારે દારૂ ભરાવનાર બુટલેગર નિલેશ, કારનું પાયલોટીંગ કરનાર અન્ય મળી 4ને પોલીસે ફરાર જાહેર કર્યા હતા. પોલીસે વિદેશી દારૂ મોબાઈલ મળી કુલ્લે રૂ.78,000નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. વધુ તપાસ પીઆઇ પીપી બ્રહ્નભટ્ટ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો