ઘોષ શિબિર:નવસારીના લુંસિકુઈ ગ્રાઉન્ડમાં શિબિર યોજાઈ, દેશમાં થતી સેવાકીય પ્રવૃતિ વિશે ચર્ચા કરવામાં આવી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશનું સૌથી મોટું સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ છે. સેવા માટે સિદ્ધ એવી સામાજિક સંસ્થાના રૂપે પણ સ્વયંસેવક સંઘને ઓળખવામાં આવે છે. જેનો આજરોજ નવસારીના લુન્સિકુઈ ગ્રાઉન્ડ ખાતે ઘોષ શિબિરનું સમાપન યોજાયુ હતું. જેમા વિવિધ વાદનો સાથે ઘોષ અને શંખનાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આરએસએસના જિલ્લા કાર્યવાહ ડો.વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં દાંડી ખાતે આશ્રમમા બે દિવસ ઘોષ શિબિરનુ આયોજન કરાયુ હતું. જ્યાં જિલ્લાના વિવિધ તાલુકામાંથી સ્વયં સેવકો આવી શંખ નાદ અને ઘોષનુ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જેમાં સ્વયં સેવકો દ્વારા શિબિરમા શીખેલી કલાઓ પ્રસ્તુત કરાઈ હતી. આ ઉપરાંત સંઘની વિચારધારાનો ફેલાવો કરવા વિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાંથી 155 શિક્ષાર્થીઓએ અભ્યાસ શિબિરમાં ભાગ લીધો હતો. આ સાથે જ શહેરના મુખ્ય માર્ગો પર શિસ્તબદ્ધ રીતે રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...