તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભેંસતખાડામાંથી 17 હજારના દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી પોલીસે મળેલ બાતમીને આધારે ભેંસતખાડા વિસ્તારમાં વિદેશી દારૂ વેચતા બૂટલેગરને ત્યાં રેડ કરતા રૂ. 17 હજારનો વિદેશી દારૂ મળી આવતા તેની અટક કરી હતી. નવસારી શહેરમાં વિદેશી દારુનું વેચાણ થાય છે તેને અટકાવવા એસપીએ એલસીબીને સૂચના આપી હતી.

એલસીબીનાં હેકો મિલન મનસુખભાઈ, પોકો અર્જુન પ્રભાકર અને અહેકો સુરેશ નાનુભાઈને બાતમી મળી હતી કે નવસારી શહેરનાં ભેંસતખાડા વિસ્તારમાં જયંતિ ગોવિંદ સોલંકી (રહે. રોહિતવાસ, ભેંસતખાડા) પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જેથી તેઓએ રેડ કરતા તેમના ઘરની બાજુમાં આવેલ પજારીમાં પ્લાસ્ટીકનાં મીણીયા થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 180 નંગ બાટલી કિંમત રૂ. 17200 મળી આવી હતી. પોલીસે વગર પાસ પરમીટે વેચતા બૂટલેગર જયંતિ સોલંકીની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...