ઉતરાયણને હજી અઠવાડિયાની વાર છે ત્યાં જ શહેરમાં આકાશમાં પતંગ દેખાઈ રહ્યા છે.જેના કારણે પક્ષીઓનું રોજીંદુ જીવન ખોરવાતા ધારદાર દોરીમાં પક્ષીઓ ફસાવા ના બનાવો વધી રહ્યા છે.નવસારીના લુંસીકુઈ પાસે આવેલા સરબતિયા તળાવની વચ્ચે દોરીમાં ફસાયેલા ચામાચીડિયાને કોઈકે જોતા જ બચાવવા માટે પક્ષી પ્રેમીઓની એક વોન્ટિયર ટીમને બોલાવી તેને બચાવી નવજીવન આપ્યું હતું.
દોરીમાં લપેટાઈ તળાવની વચ્ચે ફસાયેલા ચામાચીડિયાની માહિતી મળતા તાત્કાલિક બર્ડ રેસ્કયું ટીમ અને WWFN વોલન્ટિયરની ટીમ સરબતિયા તળાવમાં આવી પહોંચી હતી અને એક કલાકની જહેમત ઉઠાવી તાત્કાલિક પાણીમાં જઈને સુરક્ષિત રીતે ચામાચીડિયાને બહાર કાઢી સારવાર આપી હતી.
બર્ડ રેસ્ક્યુ અને wwfn સંસ્થામાં 40 જેટલા વોલન્ટિયર કામ કરે છે અને 13 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે.ઉત્તરાયણ દરમિયાન દોરીમાં ફસાયેલા પક્ષીઓનો કોલ મળતા જ સ્વયંસેકો ત્યાં પહોંચીને પક્ષીઓને જીવનદાન આપે છે શહેરના લોકોએ પણ તહેવારની સાથે સાથે પક્ષીઓના જીવનની ચિંતા કરીને તહેવાર અહિંસક ઉજવાય તેનું ધ્યાન રાખવું એ સહિયારી ફરજ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.