કાર્યક્રમ:નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બાગાયતી નર્સરી વિષે 3 દિવસ વર્કશોપ યોજાયો

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 177 નર્સરીધારકો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને ઈન્ડિયન નર્સરીમેન એસોસિયેશનના સંયુકત ઉપક્રમે તા. 31/05/2022થી તા. 02/06/2022 દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાનો ત્રણ દિવસીય ઓનલાઈન વર્કશોપ આયોજિત થયો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ઝેડ.પી.પટેલે આ કાર્યક્રમનું પ્રમુખપદ શોભાવ્યુ હતું. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક, ડૉ. ટી. આર, અહલાવત અને ઈન્ડિયન નર્સરીમેન એસોસિયેશનના પ્રમુખ ર્ડા. વાય. પી. સિંઘે મુખ્ય મહેમાન તરીકેનું પદ દિપાવ્યુ હતું.

અસ્પી બાગાયત વનીય મહાવિદ્યાલયના ઈ.ચા. આચાર્ય ડૉ. અલ્કા સિંઘે આ વર્કશોપનાં મુખ્ય આયોજક તરીકે મહેમાનોનું સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખાઓ જણાવી હતી. ત્રિદિવસિય ઓનલાઈન વર્કશોપમાં 177 જેટલા નર્સરીધારકો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ ઓનલાઈન વર્કશોપમાં સુશોભિત ફૂલ છોડ, ફળ અને શાકભાજી પાકોના રોપા અને કલમોની જરૂરિયાતને પહોંચી વળવા માટે તથા નવીન તજજ્ઞતાઓ ઉપરાંત નર્સરી ઉદ્યોગમાં ઉપસ્થિત થતાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે વૈજ્ઞાનિકો તજજ્ઞો દ્વારા વિવિધ વિષયો જેવા કે અતિ આધુનિક પધ્ધતિ દ્વારા કલમો તૈયાર કરવી, પ્લગ ટ્રે નર્સરી, નર્સરી મિકેનાઈઝેશન અને વેજીટેબલ ગ્રાફટીંગ વગેરે પર વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા.

આ વર્કશોપની સફળતા માટે અસ્પી બાગાયત-વ-વીય મહાવિદ્યાલયના ડીન ડૉ.અહલ્કા સિંઘે મુખ્ય આયોજક તરીકે વર્કશોપ દરમ્યાન બાગાયતી નર્સરીને લગતા પ્રશ્નો પર ચર્ચા કરી તેનું નિરાકરણ આપ્યું હતું. વર્કશોપના અંતમાં પ્રખ્યાત ગાયક અને ઈન્ડિયન નર્સરીમેન એસોસિયેશનના ગ્રીન એમ્બેસેડર દલેર મહેંદીએ વર્કશોપની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

નર્સરીમેન એસોસિયેશનના સેક્રેટરી સચિન બ્રાહમણકર અને નવસારી કૃષિ યુનિવર્સિટીના ડૉ. તિન ટંડેલ, ડિ. નરેન પટેલ અને કુ, પરમેશ્વરી ચૌધરીએ મોડરેટર અને આયોજક સેક્રેટરી તરીકેની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...