નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ભૂલા ફળિયા ગામ પાસે આજે ફરીવાર અકસ્માત થતાં એક 23 વર્ષીય આશાસ્પદ યુવાન ભાવેશ કાંતિભાઈ નાયકાનું ટ્રકની અડફેટે કમકમાંટી ભર્યું મોત નિપજ્યું છે. ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરવાની તજવીજ હાથધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
23 વર્ષીય યુવાન ભાવેશ નાયકા પોતાના પરિચિતને ટિફિન આપવા માટે પોતાના ગામ વગળવાડ વેગામથી ખડસુપા આવતો હતો ત્યાં મહાદેવ હોટલ પાસે તમિલનાડુનો ટ્રક ચાલક ટ્રકને યુટર્ન મારવા જતા પાછળથી આવતા બાઇક ચાલક ભાવેશ ટ્રક ના પેંડામાં આવી ગયો હતો જેને કારણે તેને માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ટ્રકચાલક મૂળ તમિલનાડુનો રહેવાસી છે અને તેનું નામ સુધાકરણ મુઠ્ઠું છે. ગ્રામ્ય પોલીસે યુવાનની લાશને સિવિલ ખાતે મોકલીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરી છે અને ત્યારબાદ ટ્રકચાલક વિરોધ કાયદેસરના પગલાં લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.