ગણપતિ વિશેષ:નવસારીના દાદાટટ્ટુ સ્ટ્રીટમાં 150 કિલોથી વધુ પેપરમાંથી બનાવાયેલા 12 ફૂટની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના કલાકારે બનાવેલી પ્રતિમાએ પર્યાવરણ રક્ષણનો સંદેશ પાઠવ્યો

નવસારી શહેરમાં ગણેશ ઉત્સવનાં પાવન પર્વે ભાવિ ભક્તો દ્વારા ક્યાંક માટીની તો ક્યાંક પીઓપીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી સાંઇ સેવા સંસ્થાન આયોજીત પેપરની પસ્તીમાંથી ઇકો ફ્રેન્ડલી બનાવેલ ગણેશજીની મૂર્તિએ પર્યાવરણ રક્ષણનો સંદેશ પાઠવ્યો છે.

સંસ્કારી નગરી નવસારીના દાદાટટ્ટુ સ્ટ્રીટમાં શ્રી સાંઇ સેવા સંસ્થાન દ્વારા ગણપતિ મહોત્સવનું છેલ્લા 20થી વધુ વર્ષથી આયોજન કરવામાં આવે છે. આ ગણપતિ મહોત્સવમાં દર વર્ષે નવીન પ્રકારના અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. નવસારીના એક જ રાજા ગણેશ મંડળે જુના પેપરની પસ્તીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી છે.

મુંબઈના મુર્તિ કલાકાર રાજન ઝાડ એ પેપર લઇને તેનો માવો બનાવીને તૈયાર કરી છે. આ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા અંદાજે 150થી વધુ કિલો પેપરમાંથી તૈયાર કરવામાં આવી છે. 12 ફૂટની ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી કાગળની પ્રતિમા બનાવવામાં આવી રહી છે અને તેમાં પણ હવે તો લોકોમાં પણ ખાસ જાગૃતિ આવશે. પીઓપી કે માટીની ગણપતિની પ્રતિમા બેસાડવાની જગ્યાએ કાગળથી બનાવેલા ગણપતિ બેસાડે તો પર્યાવરણને બચાવી શકાય તેમ છે. આ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે તો જળચર પ્રાણીઓને સાથે નદી કે દરિયો પ્રદુષિત થશે નહીં. આ ઉત્સવ દરમિયાન પર્યાવરણનું રક્ષણ પણ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...