નવસારી કોરોના LIVE:જિલ્લામાં જાન્યુઆરી મહિનાના 9 દિવસમાં 351 કેસ નોંધાયા, 95 ટકા દર્દીઓએ રસીના બન્ને ડોઝ લીધેલા

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં જાન્યુઆરીના 9 દિવસમાં બહાર આવેલા 351 કેસોમાં મોટેભાગના હોમ આઇસોલેશનમાં જ રહ્યા છે

નવસારી જિલ્લામાં હાલ જે કેસો બહાર આવી રહ્યા છે તેમાં પુખ્તવયના 95 ટકા વેક્સિનેટેડ તો છે પણ હોસ્પિટલમાં માંડ 3.3 ટકા જ અને મૃત્યુનું પ્રમાણ લગભગ નહિવત છે. નવસારી જિલ્લામાં પણ હાલ કોરોનાની ત્રીજી લહેર શરૂ ગઈ છે અને દરરોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનાના છેલ્લા 4 દિવસ કેસોમા સાધારણ વધારો થયા બાદ હાલ કેસોમાં ભારે વધારો થયો છે. 3 દિવસ 46થી 48 કેસ નોંધાયા બાદ શનિવારે તો 71 કેસ અને રવિવારે 73 કેસ બહાર આવ્યા હતા. જાન્યુઆરી મહિનાના 9 દિવસમાં 351 કેસ નોંધાયા હતા.

હાલમાં જે કોરોનાના કેસો બહાર આવી રહ્યા છે તેમાં 95 ટકા દર્દીઓ રસીના બન્ને ડોઝ લઈ લીધાની જાણકારી મળી છે. વેક્સિનેટેડ હોવા છતાં લોકો સંક્રમિત તો થઈ રહ્યા છે પણ મોટેભાગના કેસોમાં દર્દીઓની હાલત ગંભીર નથી.આંકડાકીય વિગતો જોઈએ તો હાલ જિલ્લામાં જે એક્ટિવ દર્દીઓ છે તેમાં માત્ર 3.3 ટકા જ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે, જેમાં પણ મહત્તમ સાજા થઈ જાય છે. મૃત્યુ તો લગભગ નહિવત યા ખૂબ જ ઓછા છે. જાન્યુઆરીમાં માત્ર 3 મૃત્યુ થયા છે.

5 દિવસમાં 286 કેસ પણ મૃત્યુ નહીં
જિલ્લામાં 4 જાન્યુઆરીએ 1 કોરોનાના દર્દીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ રવિવાર સુધીમાં 5 દિવસ થયા છે પણ એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. અહીં ઉલ્લેખનીય છે કે, આ 5 દિવસમાં 286 પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, બીજી લહેરમાં સરકારી ચોપડે નોંધાયેલ મૃત્યુ કરતા ઘણા વધુ મૃત્યુ થયાની બૂમરાણ મચી હતી અને સ્મશાન ગૃહે દરરોજ વધુ સંખ્યામાં મૃતદેહોને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અગ્નિદાહ અપાતા હતા. જોકે, હાલ આવુ નથી. છેલ્લા ચાર પાંચ દિવસમાં નવસારીના વિરાવળ સ્મશાન ગૃહે કોઇપણ દર્દીને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અગ્નિદાહ અપાયાની જાણકારી મળી ન હતી.

હર્ડ ઇમ્યુનિટી અને વેક્સિનેશન કારગત
અસર હાલના દર્દીઓમાં વધુ ગંભીર નહિ હોવાનું એક કારણ મારા મતે ઘણા બધા લોકોમાં હર્ડ ઇમ્યુનીતિ આવી ગઈ છે અને બીજું એક કારણ ઘણા લોકો હવે વેક્સિનેટેડ પણ થઈ ગયા છે. > ડો.દિકેસ પટેલ, કોવિડ તબીબ,નવસારી

અન્ય સમાચારો પણ છે...