ગ્રામપંચાયતની ચૂંટણી:નવસારીની ગામ પંચાયતની ચૂંટણીમાં 90 થી 95 ટકા ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો હોવાનો દાવો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહે મહત્તમ બેઠકો પર ભાજપ સમર્પિત પેનલની જીત થઈ હોવાનો દાવો કર્યો
  • કોંગ્રેસના જિલ્લા પ્રમુખે ચીખલી-વાંસદા અને ખેરગામમાં કોંગ્રેસ સમર્પિત પેનલ જીતી હોવાનો દાવો કર્યો

નવસારી જિલ્લામાં યોજાયેલી ગામ પંચાયતની ચૂંટણીમાં 90 થી 95 ટકા ભાજપ સમર્થિત પેનલનો વિજય થયા હોવાનો દાવો જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરીને લઈ ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામાન્ય રીતે રાજકીય પક્ષો સીધી રીતે પ્રચાર કે ઉમેદવારો ઊભા રાખી શકતા નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રથા બદલાય છે અને સરપંચના ઉમેદવારો રાજકીય પાર્ટીને સમર્પિત બનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ રાજકીય પાર્ટીનું જોર વધ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં 269 સીટ માટે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં સાંજ સુધી મોટાભાગના પરિણામ સામે આવ્યાં હતા.

જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભુરા શાહ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, મહત્તમ બેઠકો પર ભાજપ સમર્પિત પેનલની જીત થઈ છે. તેઓએ વિજય થયેલા સરપંચના ઉમેદવારોને મીઠાઇ ખવડાવી વિજય બદલ અભિનંદન આપ્યા હતા.

બીજી તરફ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે આ સમગ્ર દાવાને નકાર્યો હતો. ચીખલી-વાંસદા અને ખેરગામમાં કોંગ્રેસ સમર્પિત પેનલ જીતી હોવાનો તેમણે પણ દાવો કર્યો હતો. સાથે જ તેમણે આ વખતે બેલેટ પેપરથી થયેલા મતદાનને યોગ્ય ગણાવ્યું હતું. EVM પર ગોટાળા થવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો હતો. તેમના સમર્પિત જેટલા પણ સરપંચના ઉમેદવાર હાર્યા છે તેમાં હારનું માર્જિનમાં 15થી 20 મતનું જ રહ્યું છે જેને લઈને તેમણે જિલ્લામાં જીતના દાવાઓ કર્યા છે. નવસારી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જીતના દાવાઓ કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...