કોરોના બેકાબૂ:નવસારીમાં કોરોનાના વધુ 9 કેસ, 4 વર્ષીય બાળક પોઝિટિવ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ સિસોદ્રાના વૃદ્ધનું મૃત્યુ, કુલ મૃત્યાંક 98 થયો

નવસારી જિલ્લામાં મંગળવારે જે 9 કોરોનાના વધુ પોઝિટિવ કેસ બહાર આવ્યા તેમાં 4 વર્ષના વાંસદા પંથકનો બાળક પણ હતો. નવસારી જિલ્લામાં જે કેસો નવા નોંધાયા તેમાં 3 કેસ નવસારી શહેર તાલુકાના હતા. નવસારીના દસ્તુરવાડ વિસ્તાર, કબીલપોરના નારાયણનગર અને કછોલ ગામે કેસ બહાર આવ્યા હતા. આ ઉપરાંત કુકેરી ધોળીકુવા, બીલીમોરાની ઈશ્વરનગર સોસાયટી, એરૂ ચાર રસ્તા વિસ્તાર, વાંસદાના હનુમાનબારી, વાવ અને દુવાડા ગામે પણ એક-એક કેસ નોંધાયા હતા. હનુમાનબારીના 4 વર્ષીય બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો,જે જિલ્લામાં નોંધાયેલ કોરોનાના નાની વયના બાળકોમાનો એક કેસ હતો. વધુ 9 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 1063 થઈ ગયા હતા. કોરોનાની સારવાર લેતા વધુ 1 દર્દીનું મૃત્યુ પણ નોંધાયું હતું. નવસારી તાલુકાના ગણેશ સિસોદ્રા ગામના 68 વર્ષીય હરજીવન મંગાભાઈ મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું. જેની સાથે જિલ્લામાં કોરોનાના દર્દીનો મૃત્યુઆંક 98 થયો હતો.

867 દર્દી રિકવર, એક્ટિવ કેસ 98
નવસારી જિલ્લામાં કોરોનાની સારવાર લેતા 10 દર્દી રિકવર થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા,જેની સાથે રિકવરની સંખ્યા 867 થઈ હતી.એક્ટિવ કેસ 98 રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...