તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:9 મિમી વરસાદ પડ્યો ને નવસારીની શાકભાજી માર્કેટમાં પાણી જ પાણી

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે બપોર બાદ શહેરમાં ઝાપટું, ખેરગામ તાલુકામાં 14 મિમી

સોમવારે નવસારી જિલ્લામાં પણ વધુ વરસાદ પડવાની આગાહી હતી. સવારથી બપોર સુધી સાધારણ વાદળો તો છવાયા અને ઉકળાટભર્યું વાતાવરણ છતાં વરસાદ પડ્યો ન હતો. બપોરબાદ 3.30 કલાકે અચાનક જ નવસારી શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. થોડા સમયમાં 9 મિમી વરસાદ પડ્યો હતો.

જોકે નોંધનીય વાત એ હતી કે થોડા જ વરસાદમાં શહેરમાં દુધિયા તળાવ સ્થિત મુખ્ય શાકમાર્કેટમાં તો પાણી પાણી થઈ ગયું હતું, જેને લઈને વેપારીઓ અને અહીં શાકભાજી ખરીદવા આવનારા મુશ્કેલીમાં મૂકાયા હતા. છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ વિકટ બની છે. નવસારી ઉપરાંત ખેરગામ તાલુકામાં પણ બપોરબાદ સારો વરસાદ પડ્યો હતો. સોમવારે સવારથી સાંજ સુધીમાં પડેલ વરસાદ તાલુકાવાર જોતા નવસારીમાં 9 મિમી, જલાલપોરમાં 1 મિમી, ગણદેવીમાં 1 મિમી, ચીખલીમાં 2 મિમી, ખેરગામમાં 14 મિમી નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...