તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ચીખલી તાલુકામાં એક જ દિવસે 87 કેસ, જિલ્લામાં 135 પોઝિટિવ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકનું મૃત્યુ, 122 રિકવર થયા, એક્ટિવ કેસ 1208

નવસારી જિલ્લામાં શનિવારે વધુ 135 કોરોનાના કેસ નોંધાયા હતા,જેમાં 87 કેસ તો ચીખલી તાલુકામાં જ નોંધાતા ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. કોરોકેસમાં ઉછાળા સામે ગોકળ ગાયની ગતિએ ચાલતુ વેક્સિનેશન ચિંતાનો વિષય બન્યું છે.

ચીખલી તાલુકામાં શનિવારે કોરોનાના અધધ કેસો બહાર આવ્યા હતા. 87 પોઝિટિવ કેસ તો સરકારી ચોપડે નોંધાયા હતા.આ કેસો કુકેરી, વેલણપુર, રૂમલા, સાદકપોર સહિતના ઘણા ગામોમાં બહાર આવ્યા હતા. ચીખલી ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાં પણ કેસ નોંધાયા હતા,જેમાં નવસારીમાં 6,જલાલપોરમાં 20, ખેરગામમાં 4 તથા વાંસદા અને ખેરગામમાં બે-બે કેસ હતા. કોરોનાના એક દર્દીનું મૃત્યુ પણ થયું હતું. લિમઝર ગામના 40 વર્ષના પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વધુ એક મૃત્યુ સાથે જિલ્લાનો કુલ મૃત્યુઆંક 128 થઈ ગયો હતો. શનિવારે કોરોનાની સારવાર લેતા 122 દર્દી રિકવર પણ થયા હતા, જેની સાથે કુલ રિકવરની સંખ્યા 3673 થઈ ગઈ છે. એક્ટિવ કેસ 1208 રહ્યા છે.

1 વર્ષ 17 દિવસમાં 5000 કેસ પૂરા
નવસારી જિલ્લામાં કોરોનાના કુલ કેસોનો આંક સરકારી ચોપડે શનિવારે 5 હજારનો પાર કર્યો હતો. જિલ્લામાં પહેલો કેસ 21 એપ્રિલ 2020ના રોજ બહાર આવ્યો હતો. આજે તેને 1 વર્ષ અને 17 દિવસ થયા છે ત્યારે આ સમય દરમિયાન કુલ પોઝિટિવ કેસ 5009 થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 1055 કેસ તો માત્ર 7 દિવસમાં જ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...