તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો-વૃદ્ધો સલામત:કોરોનાના 84% દર્દી 20થી 60 વર્ષ વચ્ચેના છે

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20થી ઓછી વયના અને 60+ના લોકોના કેસો કુલ કેસોમાં માત્ર 16 ટકા જ

નવસારી જિલ્લામાં 20થી 60 વર્ષ વચ્ચેના લોકોની સંખ્યા અંદાજીત 55 ટકા છે પણ કોરોનામાં 84 ટકા પોઝિટિવ કેસો આ વયના લોકોના જ બહાર આવ્યા છે. બાળક, છોકરા અને સિનિયર સિટીઝનો પ્રમાણમાં ઓછા સંક્રમિત થયા છે. નવસારી જિલ્લો કોરોનામુક્ત થઈ ગયો છે. છેલ્લા 13 દિવસથી તો કોઈ જ કેસ નોંધાયો નથી. જોકે કોરોના શરૂ થયો ત્યારથી આજદિન સુધીમાં 7183 કેસ સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યાં છે. આ કેસોમાં પુરુષોના વધુ અને સ્ત્રીઓના ઓછા કેસ નોંધાયા છે. વયજૂથના સંક્રમણમાં પણ ભારે અસમાનતા જોવા મળી છે. બાળકો,છોકરાઓ અને સિનિયર સિટીઝનો પ્રમાણમાં ઓછા સંક્રમિત થયા છે.

આ અંગેની વિગતો જોતા જિલ્લામાં કુલ વસતિ અંદાજીત 15 લાખ જેટલી છે, જેમાં 20 વર્ષથી ઓછી વયના અને 60 વર્ષથી વધુ વયના લોકોની અંદાજીત વસતિ 6.75 લાખ અને 20થી 60 વર્ષ વચ્ચેની વયના 8.25 લાખ જેટલા છે.20થી 60 વર્ષ વચ્ચેના લોકોની સંખ્યા 55 ટકા છે પણ કોરોનાના કેસો આ વય જૂથમાં 84 ટકા નોંધાયા છે. કુલ 7183 કેસમાંથી 6022 કેસો આ વયજૂથના છે. સામે 20થી ઓછી વયના અને 60 ઉપરના વયના 45 ટકા લોકો છે પણ આ વયજૂથના માત્ર 16 ટકા જ કેસ નોંધાયા છે.આ વયજૂથના 1161 લોકો પોઝિટિવ થયા છે.

20 વર્ષ નીચેના માત્ર 7.46 ટકા જ
જિલ્લામાં કુલ વસતિના 31.66 ટકા જેટલી વસતિ 20 વર્ષ વચ્ચેના લોકોની છે. જોકે સરકારી ચોપડે નોંધાયેલ કુલ 7183 કેસોમાં 536 જ 20 વર્ષ નીચેના છે. બીજા શબ્દોમાં કહીંએ તો માત્ર 7.46 ટકા જ કુલ કેસોમાં સંક્રમિત થયા છે.

8.63 ટકા દર્દી સિનિયર સિટીઝન
જિલ્લામાં 60 વર્ષની ઉપરના લોકોની વસતિ 1.60 લાખથી 1.70 લાખ જેટલી છે. આ વયના લોકોના કોરોનાના કુલ કેસ 624 સરકારી ચોપડે નોંધાયા છે, જે કુલ કેસોના 8.63 ટકા થાય છે.

બાળકોની ‘ઈમ્યુનિટી’ પણ સારી
20થી 60 વર્ષની વયના લોકોને નોકરી-ધંધા માટે બહાર જવું પડતું હોય છે, એકબીજાના સંપર્કમાં આવે છે તેથી સંક્રમણ વધુ થાય એ સ્વાભાવિક છે. બીજુ કે શાળાઓ તો બંધ હતી તેથી બાળકોનું સંક્રમણ ઘટ્યું પણ સાથે બાળકોની ‘ઈમ્યુનિટી’ પણ સારી હોય છે. > ડો. રાજેશ મિસ્ત્રી, તબીબ, નવસારી

અન્ય સમાચારો પણ છે...