વિધાનસભા સંગ્રામ 2022:નવસારીમાં 4 બેઠકના 1147માંથી 84 બુથ સંવેદનશીલ, સૌથી વધુ 44 ટકા વાંસદામાં

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
જયાં સંવેદનશીલ બુથો વધુ છે એ વાંસદા તાલુકામાં સુરક્ષા કર્મચારીઓની સતત ફ્લેગ માર્ચ. - Divya Bhaskar
જયાં સંવેદનશીલ બુથો વધુ છે એ વાંસદા તાલુકામાં સુરક્ષા કર્મચારીઓની સતત ફ્લેગ માર્ચ.
  • સૌથી વધુ વાંંસદામાં 37 અને ગણદેવીમાં 23 આ ઉપરાંત જલાલપોરમાં 10, નવસારીમાં 14 બુથ દર્શાવાયા
  • જિલ્લામાં મતદાન મથકોમાં ટકાવારીની દૃષ્ટિએ 7.32 ટકા સંવેદનશીલ છે જે 84 બુથ સંવેદનશીલ ઠેરવવામાં આવ્યા છે તે 56 મકાનોમાં ઊભા કરાયા છે
  • કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઇ સામાન્ય અને સંવેદનશીલ બુથોનું વર્ગીકરણ

નવસારી જિલ્લાની 4 વિધાનસભાના કુલ 1147 મતદાન મથકોમાં 84 બુથો ને સંવેદનશીલ દર્શાવાયા છે. સંવેદનશીલ બૂથમાં 44 ટકા તો એકલા વાંસદા બેઠકમાં જ છે. નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકો માટે 1 ડિસેમ્બર ના રોજ કુલ 708 મકાનોના 1147 મતદાન મથકો ઉપર મતદાન થનાર છે. આમ તો જિલ્લો મહદઅંશે ચૂંટણી વેળાએ શાંત રહ્યો છે અને મોટી અનિચ્છનીય ઘટના બની નથી પણ કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં લઇ કેટલાક બુથને સંવેદનશીલ તારવી ખાસ ધ્યાન આપવામાં આવે છે.

આંકડાકીય વિગતો જોઈએ તો જિલ્લામાં જે 1147 બુથ છે તેમાં 84 બુથને સંવેદનશીલ યા ક્રિટીકલ દર્શાવવામાં આવ્યા છે. બેઠકો મુજબ જોઈએ તો સૌથી વધુ વાંસદા બેઠકના કુલ 330માંથી 37 બુથ સંવેદનશીલ છે. અન્ય બેઠકોની સ્થિતિ જોઈએ તો ગણદેવીમાં 311 બુથોમાં 23, જલાલપોરમાં 253 બૂથમાં 10 અને નવસારી બેઠકમાં કુલ 253 બૂથમાં 14 છે. જિલ્લામાં જે કુલ સંવેદનશીલ બુથો છે તેમાં 44 ટકા સંવેદનશીલ તો એકલા વાંસદા બેઠક ઉપર જ દર્શાવાયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના મતદાન મથકોમાં ટકાવારીની દૃષ્ટિએ 7.32 ટકા સંવેદનશીલ છે.જે 84 બુથ સંવેદનશીલ ઠેરવવામાં આવ્યા છે તે 56 મકાનોમાં ઊભા કરવામાં આવ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લાની 4 બેઠકો ઉપર જે સંવેદનશીલ (ક્રિટીકલ) બુથો તારવવામાં આવ્યા છે તે મોટેભાગના ગ્રામ્ય વિસ્તારના જ હોવાનું જાણવા મળે છે.

આ કારણોસર સંવેદનશીલ તારવી શકાય

  • જાતિગત, ધાર્મિક ઝઘડાઓ થયા હોય કે થઈ શકે. {રાજકીય ખટપટ, સંઘર્ષ થઈ શકે
  • રાજકીય પક્ષના મોટા નેતાની ઉમેદવારી
  • અસામાજીક તત્વોની હાજરી હોય
  • મતદાન વેળા ભય ફેલાઇ શકે
  • ફેર મતદાન અગાઉ થયું હોય
  • અંતરિયાળ, દૂર મતદાન મથક આવેલ હોય વગેરે.

હજુ ફેરફાર થઈ શકે જો..
આમ તો વિવિધ બાબતોને ધ્યાને લઈ જિલ્લાની 4 બેઠકો ઉપર 84 બુથોને ક્રિટીકલ હાલ સુધી તો દર્શાવાયા છે પરંતુ હાલ બાદ પણ કોઈ ઘટના બને યા સંજોગો ઉભા થાય તો આ 84ની સંખ્યામાં ફેરફાર થઈ શકે એમ ચૂંટણી વિભાગના સૂત્રો જણાવે છે.

શહેરી વિસ્તારમાં સંવેદનશીલ બૂથો નહીં
નવસારી જિલ્લામાં સંવેદનશીલ બૂથો જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં દર્શાવામાં આવ્યાં છે તે તમામ બૂથો ગ્રામ્ય વિસ્તારમાં જ હોવાની આધારભૂત સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઇ છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં નવસારી, વિજલપોર ઉપરાંત ગણદેવી અને બીલીમોરાનો શહેરી વિસ્તાર પણ આવેલો છે તથા આ શહેરી વિસ્તારોમાં અનેક બૂથો હોવા છતાં હજુસુધી કોઈ બૂથને નવા ધારાધોરણ મુજબ સંવેદનશીલ તારવવામાં આવ્યા હોવાનું જાણમાં આવ્યું નથી.

વાંસદામાં 8 ગામમાં 37 બૂથ સંવેદનશીલ, ગણદેવીમાં 23 બૂથ 12 ગામોમાં
વાંસદા બેઠક ઉપર 37 બૂથોસંવેદનશીલ તો છે પરંતુ તે માત્ર 8 ગામમાં જ આવેલાનું જાણવા મળે છે. ઉનાઇ, વાંસદા વગેરે ગામોનાબૂથો કેટલાકસમયથી સંવેદનશીલ તારવવામાં આવે છે. 8 બૂથોમાંવાંસદા તાલુકામાં 4 અને ચીખલી તાલુકામાં 4 બૂથ છે. નવસારી બેઠકમાં 4 ગામોમાં તથા જલાલપોર બેઠક ઉપર 6 ગામોમાં સંવેદનશીલ બૂથો છે. ડાભેલ વગેરે ગામોનાબૂથોલગભગ દરેક ચૂંટણીમાં સંવેદનશીલ દર્શાવાય છે, જોકે અહીં મોટો અનિચ્છનીય બનાવ ચૂંટણીમાં બન્યાનું જાણમાં નથી. ગણદેવી બેઠક ઉપર 23 જે સંવેદનશીલ બૂથો છે જે 12 ગામોમાં આવેલા છે. અહીંનાબીગરી સહિતના કેટલાક ગામોમાં ઘણાં સમયથી બૂથોસંવેદનશીલ તારવવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...