તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ મહાઅભિયાન:જિલ્લામાં ગુરુવારે 18+ના 8294ને રસીકરણ કરાયું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ સુધીમાં 16 ટકાને પહેલો ડોઝ
  • બુધવાર કરતા ગુરુવારે 27 % વધુ રસીકરણ

નવસારી જિલ્લામાં ગુરુવારે 18+ના 8294 યુવાનને કોવિડ રસી આપવામાં આવી હતી. બુધવાર કરતા ગુરુવારે 27 ટકા રસીકરણ વધુ થયું હતું . સોમવારે જિલ્લામાં 18+ના રસીકરણના મહા અભિયાનના પ્રથમ દિવસે 15 હજારથી વધુને રસી અપાયા બાદ મંગળવારે 10 હજાર તથા બુધવારે વધુ ઘટાડો થઈ 6500 જેટલું રસીકરણ કરાયું હતું. જોકે ગુરુવારે પુનઃ રસીકરણની સંખ્યા વધારાઈ હતી.

ગુરુવારે જિલ્લામાં 18+ના 8294 યુવાનોને રસી આપવામાં આવી હતી. નવસારી જિલ્લામાં તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 2261, જલાલપોરમાં 1888, ગણદેવીમાં 1554, ચીખલીમાં 1142, ખેરગામમાં 315 અને વાંસદા તાલુકામાં 1134 જણાને રસી અપાઈ હતી. બુધવારની સંખ્યામાં ગુરુવારે 27 ટકા વધુ રસીકરણ કરાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 18થી 45 વર્ષ વચ્ચેની કુલ વસતીમાં હાલ સુધીમાં 16 ટકાને પહેલો ડોઝ અપાયો છે. હજુ 84 ટકા ને પહેલો ડોઝ અને મોટાભાગનાને બીજો ડોઝ બાકી છે. હાલ સુધીમાં માત્ર 85 જણાએ જ બીજો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...