તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:5 દિવસમાં 82 કેસ, સરકારી ચોપડે કોવિડથી મૃત્યુ શૂન્ય, મોક્ષ મંદિરમાં 19ને અગ્નિદાહ

નવસારી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારી જિલ્લામાં કોવિડથી મૃત્યુના આંક છુપાવાતા લોકો ગંભીરતા સમજતા નથી
 • જિલ્લામાં કોવિડથી કુલ મૃત્યુનો આંક 102 ! માત્ર એક સ્મશાનમાં 381 મૃત્યુ નોંધાયા

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સોમવારે બીજા દિવસે કોરોનાના 20 કેસ નોંધાતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ કૂદકેને ભૂસકે વધી રહેલા કેસની સામે જિલ્લા વહીવટીતંત્ર મૃત્યુદર નહીં બતાવતા અનેક સવાલ ઉભા થયા છે. નવસારીની સ્મશાનભૂમિમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાને કારણે 19 દર્દીના મૃત્યુ થયાની માહિતી મળી છે. આરોગ્ય વિભાગનો ખાનગી હોસ્પિટલો સાથે સંકલનનો અભાવ ઉપરાંત મૃત્યુદરની સંખ્યા નહીં બતાવીને લોકોમાં જાગૃતિ લાવવાને બદલે અંધારામાં રાખી રહ્યાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

નવસારી જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં કોરોના કેસનો આંક જોઈએ તો 82 થઈ ગયો છે. સોમવારે પણ કોરોનાના 20 કેસ નોંધાયા હતા. જેમાં નવસારી શહેરના 13 અને વાંસદામાં 4, ગણદેવીમાં 2 અને ખેરગામમાં 1 કેસ નોંધાયો છે. જેને લઈ જિલ્લા તંત્ર દોડતુ થઈ ગયું છે. જોકે આગામી દિવસોમાં કોરોના સંક્રમણ વધે તેવી શક્યતા દાંડીયાત્રાને લઈ જોવા રહી છે ત્યારે તંત્ર વહેવી તકે આળસ ખંખેરી વધુ સંક્રમણ અટકાવવા ઉચિત પગલાં ભરે તે હિતાવહ છે. નવસારી જિલ્લામાં વધતા જતા કોરોના કેસની સામે મૃત્યુદરનો આંક છેલ્લા ઘણાં વખતથી 102 જ રહ્યો છે, પરંતુ તે પછી એકપણ આંક સરકારી ચોપડે વધ્યો નથી.નવસારી વિરાવળ સ્મશાનભૂમિમાં આ મૃત્યુદર અંગે તપાસ કરતા છેલ્લા 5 દિવસથી કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના મૃતદેહ લવાઈ રહ્યાની ચોંકાવનારી વિગતો મળી છે.

1લીથી 5મી એપ્રિલ સુધીમાં કુલ 19 દર્દી કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાની ચોંકાવનારી માહિતી સાંપડી છે. નવસારી વિરાવળ સ્મશાનભૂમિમાંથી મળતી માહિતી મુજબ 1લી એપ્રિલે 2, 2જી એપ્રિલે 3, 4 એપ્રિલે 5 અને 5મી એપ્રિલે 9 દર્દીના મૃત્યુ થયા બાદ તેનો અગ્નિદાહ આપવાની માહિતી સાંપડી છે. જેને લઈને નવસારી વહીવટીતંત્ર કોરોનામાં મૃત્યુઆંક છૂપાવી રહ્યાનું અથવા તો ખાનગી હોસ્પિટલ સાથે સંકલનનો અભાવ હોવાનું વર્તાય રહ્યું છે. નવસારીમાં કોરોનાના કેસ વધતા જતા જિલ્લા વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરી કોરોના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરે તેવી સ્થિતિ જોતા જણાય રહ્યું છે.

જિલ્લાની 5 ખાનગી હોસ્પિટલ અને સિવિલમાં આટલા બેડની વ્યવસ્થા

હોસ્પિટલ

કોવિડ દર્દી માટે બેડની વ્યવસ્થા

નવસારી ગોહિલ હોસ્પિટલ50
નવસારી કેજલ હોસ્પિટલ8
ચીખલી સ્પંદન હોસ્પિટલ25
ગણદેવી દમણિયા હોસ્પિટલ10
વાંસદા ઉદીત હોસ્પિટલ10

આ ઉપરાંત નવસારી સિવિલ હોસ્પિટલમાં 175 બેડની વ્યવસ્થા શરૂઆત જ કરવામાં આવી છે. તેની સાથે સબ ડિસ્ટ્રિકટ 3 હોસ્પિટલમાં કુલ 100 બેડની વ્યવસ્થા કરાઈ છે. તેની સાથે સાથે ઓક્સિજન અને ઈંજેકશનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

કોવિડના કેસ અને સ્મશાનનું સત્ય

તારીખકેસમૃત્યુ(સ્મશાનના ચોપડે)
1લી એપ્રિલ82
2જી એપ્રિલ183
3જી એપ્રિલ160
4થી એપ્રિલ205
5મી એપ્રિલ209

* સરકારના ચોપડે પાંચ દિવસમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી

મૃત્યુ છુપાવવાનો જૂન-2020થી શરૂ થયેલો સિલસિલો એપ્રિલ-2021 સુધી યથાવત રહ્યો

​​​​​​​

માસકોવિડ દર્દીને અગ્નિદાહ
જૂન-20206
જુલાઈ-202051
ઓગસ્ટ-2020119
સપ્ટેમ્બર-202076
ઓકટોબર-202043
નવેમ્બર-202013
ડિસેમ્બર-202014

​​​​​​​

માસકોવિડ દર્દીને અગ્નિદાહ
જાન્યુઆરી-202112
ફેબ્રુઆરી-20219
માર્ચ-202119
એપ્રિલના પાંચ દિવસમાં19
કુલ મૃત્યુ381

*(નવસારી જિલ્લામાં કોવિડથી સત્તાવાર કુલ 102 મૃત્યુ સામે માત્ર એક સ્મશાનમાં 381ને અગ્નિદાહ અપાયો છે.)

​​​​​​​

સુંદરવન સોસાયટીમાં વધુ કેસ આવતાં રહીશોની આરોગ્ય અધિકારીને રજૂઆત
નવસારીમાં કોરોના કેસોમાં વધારો થતાં વોર્ડ નંબર-2માં સમાવિષ્ટ સુંદરવન સોસાયટીમાં આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 2 કેસ બતાવ્યા બાદ આ વિસ્તારના રહીશો અને પ્રમુખ, મંત્રી સહિત અગ્રણીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓને તેમના વિસ્તારમાં વધુ કેસો હોય રેપિડ ટેસ્ટ વધારે તે માટે રજૂઆત કરવા ગયા હતા પરંતુ દોઢ કલાક ઓફિસની બહાર બેસાડી મુક્યા બાદ પ્રમુખ કિશોરભાઈ પાટીલ અને અન્ય હોદ્દેદારોએ લેખિતમાં રજૂઆત કરી હતી. આરોગ્ય અધિકારી અન્ય કામમાં રોકાયેલ હોય વાતચીત ન થતા સોસાયટીના રહીશો સાથે તૂતૂમૈંમૈં થઈ હતી.

દર્દીઓ માટે હોસ્પિટલમાં સુવિધા ઉભી કરાઇ છે
નવસારીમાં વધતી જતી કોરોનાની સ્થિતિને જોતા જિલ્લામાં દર્દીઓને કોઈ અગવડ ન પડે તે માટે હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ સગવડ ઉભી કરવામાં આવી છે. તંત્રને એ બાબતે માહિતગાર પણ કરી દેવામાં આવ્યું છે અને જરૂરી ઓક્સિજન, ઈંજેકશન પણ પર્યાપ્ત માત્રામાં આપવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. > પિયુષ દેસાઈ, ધારાસભ્ય, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો