તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠક માટે 81 ઉમેદવારીપત્રક જમા કરાયા

નવસારી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની 6 તાલુકા પંચાયત માટે 347 ફોર્મ ભરાયા

નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે 81 અને 6 તાલુકા પંચાયત માટે 347 ઉમેદવારીપત્રક શુક્રવાર સુધીમાં ભરાઈ ગયા છે. નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો છે.જેના ઉમેદવારીપત્રક ભરવાની શરૂઆત 8મી ફેબ્રુઆરીએ થઈ હતી,શુક્રવાર સુધીમાં કુલ 81 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા.ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા.

જિલ્લા પંચાયતની સાથે જિલ્લામાં આવેલ 6 તાલુકા પંચાયતોમાં પણ ઘણા ભરાઈ ગયા છે.6 તાલુકા પંચાયતોમાં કુલ 347 ફોર્મ ભરાઈ ગયા છે.તાલુકા પંચાયત મુજબ જોઈએ તો નવસારીમાં 35,જલાલપોરમાં 37,ગણદેવીમાં 54,ચીખલીમાં 84,ખેરગામમાં 55 અને વાંસદામાં 82 ફોર્મ ભરાઈ ગયા છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ 13 ફેબ્રુઆરી છે તેથી 13મીએ ફોર્મ ભરવા ધસારો થશે અને વધુ ફોર્મ ભરાવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો