તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિનિયર સિટીઝનની હાજરી:જિલ્લાના 8 સિનિ.સિટીઝન ઇન્ડિયન આઇડલમાં ચમકશે

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની રાષ્ટ્રીય ચેનલ પર આવતા ઇન્ડિયન આઇડલ કાર્યક્રમના સિનિયર સિટીઝન વિશેષ એપિસોડમાં નવસારીના 8 સિનિયર સિટીઝને પણ હાજરી આપી હતી અને તેઓએ કલાકારોના પર્ફોમન્સના વખાણ કરી તેમને શુભકામના પાઠવી હતી. દર શનિ અને રવિવારે સોની ટીવી પર ઇન્ડિયન આઇડલનો સંગીત સ્પર્ધાનો કાર્યક્રમ આવે છે.

આ સંગીતના કાર્યક્રમમાં રવિવારે સિનિ. સિટીઝન વિશેષ એપિસોડ આવનાર હોય તેમાં નવસારીમાં સેવાકીય કામો કરતા આઠ સિનિ. સિટીઝનોને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાનું વિશેષ આમંત્રણ અપાયું હતું. નવસારીના કોલેજના પૂર્વ અધ્યાપિકા સહિત 8 જેટલા સિનિ. સિટીઝને હાજરી આપી હતી. 27મીને રવિવારે રાત્રે 9.30 વાગ્યે પ્રસારિત થનાર આ કાર્યક્રમમાં નવસારીના વડીલો સંગીતના કલાકારોના વખાણ કરશે અને તેમની સેવાકીય પ્રવૃત્તિના અંશ પણ પ્રસારિત થનાર છે.

અન્ય સમાચારો પણ છે...