તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:નવસારીમાં વધુ 8 પોઝિટિવ, એક્ટિવ કેસ 81

નવસારી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ કેસ 1719, વધુ 4 દર્દી સાજા થતાં રિકવરનો આંક 1536

નવસારીમાં બુધવારે 17 કેસ પોઝિટિવ આવતા આરોગ્યતંત્ર ચોકી ઉઠ્યું હતું અને સેમ્પલનું પ્રમાણ વધાર્યું હતું. બુધવારે લીધેલા 1376 સેમ્પલમાંથી 8 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. આ 8 કેસ સાથે કુલ આંક 1719 થયો હતો. ગુરૂવારે 4 દર્દીને રજા અપાઇ હતી. હાલ એક્ટિવ કેસનો આંક 81 થયો છે.

નવસારીમાં બુધવારે 1376 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 8 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં નવસારીમાં 6, જલાલપોરનો 1 અને ચીખલીનો 1 દર્દી નોંધાયા હતા. ગુરુવારે 1640 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં નવસારીમાં 448, જલાલપોરમાં 321, ગણદેવીમાં 270, ચીખલીમાં 278, ખેરગામમાં 102 અને વાંસદામાં 221 સેમ્પલ લેવામાં આવ્યા હતા. નવસારીમાં ગુરૂવારે વધુ 8 કેસ સાથે કુલ આંક 1719 પર પહોંચ્યો હતો. એક્ટિવ કેસ 81 પર પહોંચી હતી. જ્યારે વધુ 4 દર્દીએ કોરોનાને હરાવી ઘરે ગયા હતા. જેની સાથે કોરોનાની સારવાર લઇ ઘરે સાજા થઈ જનારાની સખ્યાં 1536 થઈ છે.

જિલ્લામાં હાલમાં નવસારી ગ્રામ્ય અને શહેરમાં 621, જલાલપોરમાં 148, વિજલપોરમાં 159, ગણદેવીમાં 222, બીલીમોરામાં 76, ચીખલીમાં 286, ખેરગામમાં 63 અને વાંસદામાં 144 મળી કુલ 1719 કોરોનાના દર્દીઓ નોંધાયા હતા. અત્યાર સુધી કોરાનાથી 102 જણાંના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. નવસારીમાં પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવેલા 9044 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે 132 વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં હોય ત્યાં 132 ટીમ બનાવીને 2213 ઘરમાં 8992 લોકોનું દૈનિક ધોરણે સરવે કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો