નવસારી જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 8 કેસ આવ્યા હતા. જ્યારે 12 દર્દીને રજા આપવામાં આવી હતી. હવે એક્ટિવ કેસ 62 રહ્યાં છે. નવસારી આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ સોમવારે કોરોનાના નવા વધુ 8 કેસ નોંધાયા હતા. જેની સાથે જ કોરોનાના કુલ કેસ 12334 થયા હતા. સોમવારે વધુ 12 દર્દીને રજા આપવામાં આવી હતી તે સાથે સારા થયેલા દર્દીઓની સંખ્યા 12062 થઇ હતી. નવસારી જિલ્લામાં સોમવારે વધુ 980 નવા સેમ્પલ લેવામાં આવ્યા હતા. નવસારીમાં અત્યાર સુધીમાં 715626 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જેમાં 702312 નેગેટિવ આવ્યાં હતા. નવસારીમાં સોમવારે પોઝિટીવ આવેલા દર્દીઓ પૈકી નવસારીમાં 2, ગણદેવીમાં 1, ચીખલીમાં 2, ખેરગામમાં 1 અને વાંસદામાં 2કેસ નોંધાયા હતા. નવસારી િજલ્લામાં સોમવારે 980 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં નવસારીમાં 214, જલાલપોરમાં 200, ગણદેવીમાં 160, ચીખલીમાં 143, ખેરગામમાં 43 અને વાંસદામાં 220 સેમ્પલ લેવાયા હતા. છેલ્લા ચાર દિવસમાં જિલ્લામાં 46 કોરોનાના નવા કેસો નોંધાયાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.