તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:બિલ્ડીંગની ટેરેસ પર જુગાર રમતા 8 રત્નકલાકાર પકડાયા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ મળી કુલ 10960નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

નવસારી ટાઉન પોલીસે રેડ કરી કાત્રકવાડમાં આવેલી એક બિલ્ડીંગના ટેરેસ પર તીનપત્તીનો જુગાર રમતા 8 રત્નકલાકારની અટક કરી હતી. પોલીસે રોકડ મળી રૂ. 10960ના મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર કાત્રકવાડ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એ સાથે જ નવરાશના સમયમાં જુગાર રમતા રત્ન કલાકારોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

નવસારી ટાઉન પોલીસના નવસારી પારસી વાડ ચોકીના પીએસઆઈ જાગૃત જોશી, એએસઆઈ હુકમચંદ અને ટાઉન પોલીસના ડી સ્ટાફના દિગ્વિજયસિંહ રવજીભાઈ, કલ્પેશ વેરાગી સહિત કર્મીઓ જુગાર અને પ્રોહિબિશનના ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમને બાતમી મળી હતી કે કાત્રક વાડમાં આવેલા સુવિધા એપાર્ટમેન્ટની સામે, લક્ષ્મી નિવાસની બાજુમાં આવેલી બિલ્ડીંગની ટેરેસ પર કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીને પગલે રેડ કરતા 8 રત્નકલાકારને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યાં હતા. પોલીસે તેમની પાસેથી રોકડ સહિત કુલ રૂ. 10960નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...