ગદર્ભ પકડાયા:વિજલપોરના જુનાથાણા વિસ્તારમાંથી નગરપાલીકા દ્વારા રસ્તા પર રખડી રહેલાં 8 ગધેડાઓને પકડીને પાંજરે પૂરી દેવામાં આવ્યાં

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતા ઢોરના ત્રાસને લઈ નગરપાલિકા તંત્ર સંક્રિય
  • કાલિયાવાડી વિસ્તારમાંથી રવિવારે રસ્તે રખડતી 11 ભેંસને પાંજરે પૂરીને પાંજરાપોળ મોકલાઈ

નવસારી- વિજલપોર નગરપાલિકા તંત્ર રસ્તે રખડતાં ઢોરોના ત્રાસને દૂર કરવા ફરી સક્રિય થઈ ગઈ છે. વિજલપોરના જુનાથાણા વિસ્તારમાં રખડી રહેલાં 8 ગધેડાઓને પકડીને પાંજરે પૂરી દેવામાં આવ્યાં છે.વિજલપોર શહેરમાં રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે.

અવાર-નવાર રસ્તે નિરંકુશ ફરતાં ગાય, ભેંસ, બળદ જેવા ઢોરોને કારણે નાના-મોટા અકસ્માતો સર્જાય છે. તેમજ ટ્રાફિક જામ પણ થાય છે. ભૂતકાળમાં તો મોટા અકસ્માતમાં જીવનું જોખમ હોવાના પણ અનેક કેસ સામે આવ્યાં હતા. ત્યારે હવે વિજલપોર નગરપાલિકાને રસ્તે રખડતાં ઢોરોનો પ્રશ્ન ફરી યાદ આવ્યો છે.

કાલિયાવાડી વિસ્તારમાંથી રવિવારે રસ્તે રખડતી 11 ભેંસને પાંજરે પૂરીને પાંજરાપોળ મોકલાઈ હતી. ત્યારબાદ આજે સોમવારે જુના થાણાં વિસ્તારમાં રખડતા 8 ગધેડાઓને પકડી પાડવામાં આવ્યાં છે. નોંધનીય છે કે સમગ્ર વર્ષ દરમિયાન રસ્તે રખડતાં ઢોરોનો પ્રશ્ન ચાલુ રહે છે, પરંતુ પાલિકા દીવાળી કે તેના જેવા કોઈ ખાસ તહેવારો આવે ત્યારે જ આવી કાર્યવાહી કરી રહી છે. ત્યારે રસ્તે રખડતાં ઢોરોને પકડવાની કામગીરી જો સમગ્ર વર્ષ સતત ચાલુ રાખવામાં આવે તેવી લોકલાગણી છે.

અન્ય સમાચારો પણ છે...